Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

દુષ્કર્મની ઘટનાઓથી સમસમી શનિવારની સવાર, ગુજરાતના ૩ શહેરોમાં બળાત્કારના કિસ્સા

સલ સલામતના બણગા ફૂંકતી ગુજરાત સરકાર મહિલા સુરક્ષાઓ પ્રત્યે સંવેદનશીલ લાગતી નથી, તેથી જ હવે મહિલા સુરક્ષાના સવાલો ઉઠ્યા છેઃ દેશમાં હાલ જયાં હૈદરાબાદ અને ઉન્નાવ રેપ કેસ ચર્ચામાં છે, ત્યાં ગુજરાતમાં વડોદરા અને રાજકોટની સગીરાઓના બળાત્કારના મુદ્દાઓ ચર્ચામાં છે, ત્યાં આજે શનિવારની સવારે ગુજરાતના ત્રણ મોટા શહેરોમાથી દુષ્કર્મના કિસ્સાઓ સામે આવ્યા છેઃ અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં દુષ્કર્મની ઘટનાઓ બની છે. જયાં વડોદરામાં તો ગત અઠવાડિયાના દુષ્કર્મના આરોપીઓ હજી પકડાયા નથી, ત્યાં બીજી ઘટના સામે આવી છે

અમદાવાદ, તા.૭: સબ સલામતના બણગા ફૂંકતી ગુજરાત સરકાર મહિલા સુરક્ષાઓ પ્રત્યે સંવેદનશીલ લાગતી નથી. તેથી જ હવે મહિલા સુરક્ષાના સવાલો ઉઠ્યા છે. દેશમાં હાલ જયાં હૈદરાબાદ અને ઉન્નાવ રેપ કેસ ચર્ચામાં છે, ત્યાં ગુજરાતમાં વડોદરા અને રાજકોટની સગીરાઓના બળાત્કારના મુદ્દાઓ ચર્ચામાં છે. ત્યાં આજે શનિવારની સવારે ગુજરાતના ત્રણ મોટા શહેરોમાથી દુષ્કર્મના કિસ્સાઓ સામે આવ્યા છે. અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં દુષ્કર્મની દ્યટનાઓ બની છે. જયાં વડોદરામાં તો ગત અઠવાડિયાના દુષ્કર્મના આરોપીઓ હજી પકડાયા નથી, ત્યાં બીજી ઘટના સામે આવી છે.

અમદાવાદમાં તાંત્રિક વિધિ અને મેલી વિદ્યાના નામે એક ઠગ શખ્સે બે બહેનો સાથે દુષ્કર્મ આચર્યું છે. આ તાંત્રિક ૨૦૦૮થી દુષ્કર્મ આચરતો હતો. ચંડાળ ચોકડી અને મેલી વિદ્યાના બહાને બને બહેનો પાસેથી તેણે ૨૪ લાખ રૂપિયા પણ પડાવી લીધા હતા. અલગ અલગ ગેસ્ટ હાઉસમાં વિધિના બહાને લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. જેથી વાડજ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. વડોદરામાં સગીરાના દુષ્કર્મની શાહી સૂકાઈ નથી, ત્યાં વાદ્યોડિયાના ગુગલીયાપુરા ગામે દુષ્કર્મની દ્યટના સામે આવી છે. આ દ્યટનામાં સગીરાનું અપહરણ કરી યુવકે તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારે વડોદરા પોલીસે આ દ્યટનામાં યુપી થી આરોપીની ધરપકડ કરી છે. તો સાથે જ આરોપીનું હાથ મેડિકલ ચેકઅપ પણ હાથ ધરાયું છે. પોલીસે અપહરણ દુષ્કર્મ અને પોકસો હેઠળ ગુનો નોંધ્યો છે.

રાજકોટમાં દુષ્કર્મની વધુ એક દ્યટના સામે આવી છે. ૨૫ વર્ષીય યુવતી સાથે મિત્રતા કેળવી ખોટું નામ ધારણ કરી તેને ચોટીલામાં લઈ જઈને એક શખ્સ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. મહિલાને પીએસઆઇ બનાવવાની લાલચ આપી તેની પાસેથી ૨ લાખ રૂપિયા પડાવવામાં આવ્યાહ તા. ત્યારે મહિલાએ આ મામલે પોલીસનો દરવાજો ખખટાવ્યો છે. પોલીસ ફરિયાદ બાદ ચોટીલાના એઝાઝ નૂરમહમદ ગઢવાળા નામના શખ્સની પોલીસે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. આ શખ્સ બિભત્સ ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી મહિલા સાથે વારંવાર દુષ્કર્મ આચરતો હતો.

(4:07 pm IST)
  • બિન સચિવાલય પરીક્ષા વિવાદ મામલે એનએસયુઆઇ દ્વારા શનિવારે રાજ્યભરમાં કોલેજ બંધનું એલાન અપાયું હોવાનું જાણવા મળે છે access_time 1:00 am IST

  • ઇક્વાડોરે શરણ નહીં આપતા લંપટ નિત્યાનંદ ' હૈતી ' તરફ ભાગી ગયો : સત્તાવાર જાહેરાત access_time 7:20 pm IST

  • દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું છે કે દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપનું સ્લોગન 'અબકી બાર 3 પાર' રહેશે( ભાજપ પાસે અત્યારે ૪ બેઠક છે), જ્યારે "આપ"નું સ્લોગન 'અબકી બાર 67 પાર access_time 10:00 pm IST