Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

દિયોદરનાં ફોરણા સિમમાંથી લાખોનો દારૂ ઝડપાયો: નંબર પ્લેટ વગરની બે કારમાં હતો દારૂનો જથ્થો:બુટલેગરો ફરાર

બે સ્વિફ્ટ ગાડીમાંથી દારૂનો જથ્થો જપ્ત : બુટલેગરોની શોધખોળ

બનાસકાંઠા : બનાસકાંઠાનાં દિયોદરનાં ફોરણા સિમમાંથી લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો છે. ખાનગી બાતમીનાં આધારે દારૂથી ભરેલી બે સ્વિફ્ટ ગાડી મુકીને બુટલેગરો ફરાર થયા છે. દિયોદર પોલીસે દારૂનો જથ્થો ઝડપીને ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આ બંન્ને કાર નંબર પ્લેટ વગરની હતી.

   આ મામલે મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠાનાં દિયોદર ગામનાં ફોરણા સિમમાંથી લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો છે. ખાનગી બાતમીને આધારે દિયોદર પોલીસે વોચ ગોઠવીને આ બંન્ને કારને ઝડપી પાડી છે. પરંતુ આ કારનાં બંન્ને ચાલકો ગાડી મુકીને ફરાર થઇ ગયા છે. આ બંન્ને ચાલકોને શોધવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે.

બંન્ને કારમાં ખચોખચ દારૂ ભરાયેલો હતો. આ બંન્ને કાર પર કોઇ જ નંબર પ્લેટ લગાવવામાં આવી ન હતી

આ બધો દારૂ એક જ કારમાં હતો, આ સાથે અન્ય કારમાં પણ આશરે આટલો જ જથ્થો હતો

(1:46 pm IST)