Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

10મી જાન્યુ ,એ દેશભરના જવેલર્સ અમદાવાદમાં ઉમટશે: YMCA ખાતે 'મેગા નેટવર્ક મીટ' યોજાશે

જીજેટીસીઆઈ દ્વારા આયોજન :પરસ્પર વ્યવસાયિક સબંધો મજબૂત બનાવવા ધ્યેય

અમદાવાદ : જેમ્સ એન્ડ જવેલરી ટ્રેડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા આગામી 10 જાન્યુઆરીએ અમદાવાદમાં વાય,એમ,સી,એ,ખાતે દેશભરના જવેલર્સની મેગા નેટવર્ક મીટનું આયોજન કરાયું છે,

 જેમ એન્ડ જવેલરી ટ્રેડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા એપ્રિલ- 2018થી એક સ્વતંત્ર પહેલ તરીકે શરૂ કરાયેલ નેટવર્કિંગ મીટનો ઉદ્દેશ એક એવું વાતાવરણ બનાવો હતો કે જ્યાં જીજેટીસીઆઈના સભ્યો  પરસ્પરના વ્યવસાયિક સબંધો મજબૂત બનાવી શકે અને તેનાથી સમગ્ર ટ્રેડને ફાયદો થઇ શકે છે

   વર્ષ 2000માં સંસ્થાની સ્થાપના બાદ જેમ અને જ્વેલરી ક્ષેત્રના વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરતી સંસ્થા જીજેટીસીઆઈના પ્રમુખ શાંતિભાઈ પટેલ કહે છે, કે માથાદીઠ વૃદ્ધિ સાથે આવક વધી છે, પરંતુ વિશાળ વસ્તી વિષયકના કારણે ગ્રાહકો હવે અન્ય ઉદ્યોગો તરફ વળ્યાં છે. પહેલા લોકો વધારાની આવક થતા ઝવેરાત ખરીદતા હતા, પરંતુ હવે તેઓનો ઝુકાવ ટ્રાવેલ, ઇલેક્ટ્રોનિક્સ, બ્રાન્ડેડ કપડાં જેવા અન્ય ઉદ્યોગો તરફ વધ્યો છે. 

 વર્તમાન સંજોગોમાં ગ્રાહકોના બદલાતા વલણને ધ્યાને લેતા એક જવેલરી ઇન્ડસ્ટ્રી તરીકે ભેગા થવું અને ગ્રાહકોને ઘરેણાંની મહત્તા સમજાવવી એ ખૂબ જ મહત્વપૂર્ણ અને જરૂરી થઇ પડ્યું છે. તેથી આ વિચારને પ્રોત્સાહન આપવા માટે જીજેટીસીઆઈ આ પ્રકારની નેટવર્કિંગ મીટ આયોજન કરી રહ્યું છે.તેમ શાંતિભાઈ પટેલે ઉમેર્યું હતું 

 આ મેગા નેટવર્ક મીટ માટે જીજેટીસીઆઈના 1200 લાઇફટાઇમ સભ્યો સાથે, અન્ય એસોસિએશનો અને વેપારી સંસ્થાઓને પણ આમંત્રિત કરાયા છે.

(12:00 pm IST)