Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

કર્ણાવતી કલબમાં ૧૦ ડિરેકટર્સ માટે ચૂંટણી સમરસ

છેલ્લા દિવસે ગઇકાલે ર૦ ફોર્મ પરત ખેંચાયાઃ ગિરીશ દાણી સહિત ૧૦ નવા ડિરેકટરો

અમદાવાદ તા. ૭ : કર્ણાવતી કલબમાં ર૦ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હવે ચૂંટણી ટળી છે. આમ, છેવટે કર્ણાવતી કલબમાં પણ 'રાજપથવાળી' થઇ છે. અને ચૂંટણી સમરસ થઇ છે.કર્ણાવતી કલબમાં રોટેશન મુજબ નિવૃત્ત થનાર ૧૦ ડિરેકટર્સ માટે તા. ૧પ ડિસેમ્બર, ર૦૧૯ના  રોજ ચૂંટણી યોજનાર હતી. આ ચૂંટણી માટે ૩૯ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા અને તે પૈકી ૯ ફોર્મ રદ કરાયા બાદ ૩૦ ઉમેદવારો કલબની ચૂંટણી લડનાર હતા. જોકે, ઉમેદવારી પરત ખેંચવાના છેલ્લા દિવસે ગઇકાલે સાંજ સુધીમાં ર૦ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લેતા છેવટે ચૂંટણી ટળી ગઇ છે. આમ, હવે બાકી રહેલા ૧૦ ઉમેદવારોને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાશે. કલબના નવા બોર્ડમાં સ્થાન મેળવનાર ૧૦ ડિરેકટર્સમાં ગિરીશ દાીણ, કિન્નર શાહ અને શરદ પટેલનો સમાવેશ કરાશે. કલામાંથી નિવૃત્ત થનાર ૧૦ ડિરેકટર્સ પૈકી હિતેન્દ્ર પટેલ, પ્રશાંત શાહ અને આશિષ અમીને સ્વૈચ્છીક રીતે ડિરેકટરપદ છોડયું હોવાનું

કલબના પ્રેસિડેન્ટ જયેશ મોદીએ જણાવ્યું છે. આમ, કલબમાંથી સત્તા છોડવાની ફરજ પડી હતી તેવા પૂર્વ પ્રેસિડેન્ટ ગિરીશ દાણીએ કલબમાં સામાન્ય ડિરેકટર મેળવવા 'સામાન્ય' કરવું પડયું હોવાનું કલબના વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે.

(11:51 am IST)