Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

સરકાર જાગતી નથી, અમે ઉજાગરા કરીએ છીએ : પરેશ ધાનાણી

બિન સચિવાલય પરિક્ષા રદ્દ કરવાની માંગણી સાથે ધરણાનો ચોથો દિ': હાર્દિક પટેલ, જીજ્ઞેશ મેવાણી, પ્રવિણ રામ, અમિત ચાવડા સહિતની આગેવાની

રાજકોટ, તા. ૬ : બિન સચિવાલય પરિક્ષામાં ગેરરીતિના આક્ષેપ સાથે ગાંધીનગર ખાતે ચાલી રહેલા ધરણા-આંદોલનનો આજે ચોથો દિવસ છે.

આજે વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણીએ 'અકિલા'ને જણાવ્યું હતું કે, અમે લાખો વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે છેલ્લા ચાર દિવસથી સરકાર સામે રાત-ઉજાગરા કરીને વિરોધ કરીએ છીએ છતાં પણ સરકાર જાગતી નથી.

પરેશભાઇ ધાનાણીએ વધુમાં જણાવ્યું છે કે છેલ્લી ૩૭ જેટલી પરિક્ષાઓમાં ગેરરીતિ થઇ છે. માતા-પિતા પોતાના બાળકોને પેટે પાટા બાંધીને ભણાવે છે અને સરકાર આ યુવાનોને અન્યાય કરે છે.

આ પરિક્ષા રદ થવી જોઇએ. ગેરરીતિ આચરાનારને સજા કરો અને મળતીયાઓને બદલે મેરીટ વાળાની પસંદગી કરો તેવા મુદ્દા સાથે અમે ધરણા કરી રહ્યા છીએ તેમ પરેશભાઇ ધાનાણીએ જણાવ્યું હતું.

આ ધરણામાં કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ ચાવડા, હાર્દિક પટેલ, જીજ્ઞેશ મેવાણી, પ્રવિણ રામ, ગોપાલ ઇટાલીયા સહિતના જોડાયા છે.

આ અંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે બિનસચિવાલયની પરીક્ષા રદ કરવાની માંગ સાથે સૌ વિદ્યાર્થીઓ લડાઇ લડી રહ્યા છે. આ લડાઇમાં કોઇપણ નાત-જાત કે ધર્મ ના નહિ પરંતુ સૌ સમાજના વિદ્યાઁર્થીઓ પોતાના અધિકારની લડાઇ લડી રહ્યા છે. અમુક સરકારના માણસો વિદ્યાલયઓની લડાઇને બે જતી વચ્ચેની લડાઇ બતાવનીે ગુજરાતના વિદ્યાર્થી શકિતને તોડવાનું કામ કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકતા સૌ યુવાનોને વિનંતી છે કે વિદ્યાર્થીઓની એકતા વધે તેવું કામ કરો મારી આપ સૌને વિનંતી છે કે કોઇપણ સમાજને ને ટાર્ગેટ કરીને વિદ્યાર્થી શકિતની લડાઇને કમજોરના બનાવો બિન સચિવાલયની પરીક્ષા રદ થાય એ ખુબ જરૂરી છે. વિદ્યાર્થીઓની લડાઇને વંદન છે. તમે જીતશો અમને ભરોસો છે. સૌ યુવાનો એક રહો તેવી અપીલ કરી છે.

આંદોલનકારી પ્રવિણ રામ પણ ગાંધીનગર પહોંચ્યા હતા અને આ આંદોલનમાં સક્રિય રીતે જોડાયા હતા અને આંદોલનમાં વિદ્યાર્થીઓના હિત માટે વિદ્યાર્થીઓની સાથે રહેવાની હૈયાધારણા પણ આપી હતી. તેમજ વિદ્યાર્થીઓને શાંતિ રાખવા માટે પણ એમના દ્વારા અપીલ કરવામાં આવી હતી. ગાંધીનગર ખાતે જે વિદ્યાર્થીઓ આવવા માંગતા હોઇ એ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે ગાંધીનગર ખાતે પહોશ એવી હાંકલ પણ પ્રવિણ રામ દ્વારા કરવામાં આવી તેમજ વધુમાં જણાવવામાં આવ્યું કે જે વિદ્યાર્થીઓ ગાંધીનગરના પહોંચી શકતા હોય એ પોતાના જિલ્લામાં પણ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી શકે છે. પરીક્ષા રદ કરવાની સાથે સાથે સરકારે આવનારા સમયમાં યોજાનારી ભરતીઓમાં કોઇ ગેરરીતિ ના થાય એવી સિસ્ટમ સરકારે ગોઠવવી જોઇએ અને હકીગત તો એવી છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જેટલી પણ પરીક્ષાઓ લેવામાં આવે છે એમાં મોટા ભાગની પરીક્ષાઓમાં ગેરરીતિઓ સામે આવી છે ત્યારે અન્ય કોઇ તટસ્થ સંસ્થાને આ પરીક્ષાની કાર્યવાહી સોંપી દેવી જોઇએ અથવા ગુજરાત ગૌણ સેવા અધ્યક્ષતા કોઇ તટસ્થ અને પ્રમાણિક વ્યકિતને બેસાડવામાં આવે એવી અપીલ પણ પ્રવિણ રામ દ્વારા કરવામાં આવી અને વધુમાં એમના દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં જો જરૂર પડશે તો આમરણ ઉપવાસની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

(11:38 am IST)
  • હૈદ્રાબાદ એન્કાઉન્ટર : ચીફ જસ્ટીશનું નિવેદન : બદલાની ભાવનાથી થયો ન્યાય : ઇન્સાફ નથી : હૈદ્રાબાદ ગેગરેપના આરોપીઓના એન્કાઉન્ટર પર ચીફ જસ્ટીશ શરદ બોબડેનું નિવેદન : તેમણે ઘટનાની ટીકા કરી : ન્યાય કદી ઉતાવળે આપવો ન જોઇએ : જો ન્યાય બદલાની ભાવનાથી કરાયો હોય તો તે પોતાનું મૂળ ચરિત્ર ગુમાવી બેસે છે જોધપુરમાં તેમણે આ વાત જણાવી access_time 11:33 am IST

  • કચ્છના રાપરના લાલસરી-કલ્યાણપર વચ્ચે કાર ચાલકે મહિલાને હડફેટે બે દિકરીઓની નજર સામે માતાનું મૃત્યુ: ચાલક નશામાં હોવાના અહેવાલ access_time 10:53 pm IST

  • બેંગલુરુમાં ડુંગળીનો ભાવ વધીને એક કિલોના 200 રૂપિયા થઈ ગયો છે access_time 10:03 pm IST