Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

ગુજરાત રિન્યુએબલ એનર્જીનું હબ બનશે : જાપાનની એસ.બી એનર્જી સોફટ બેન્ક ગૃપ રાજ્યમાં 30 હજાર કરોડનું રોકાણ કરશે

મુખ્યમંત્રી રૂપાણી સાથે એસ.બી. એનર્જીના એકઝીકયુટિવ ચેરમેનની બેઠક :સોલાર-વિન્ડ સહિતના બિનપરંપરાગત ઊર્જા ક્ષેત્રમાં ગુજરાતની અગ્રેસરતાથી પ્રભાવિત

અમદાવાદ : ગુજરાત રિન્યુએબલ એનર્જીનું હબ બનશે,મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે જાપાનની અગ્રગણ્ય સોફટ બેન્ક ગૃપના એસ.બી એનર્જીના એકઝીકયુટીવ ચેરમેન મનોજ કોહલીએ ગાંધીનગરમાં તાજેતરમાં કરેલી મૂલાકાત બાદ ગુજરાતમાં બિનપરંપરાગત ઊર્જાસ્ત્રોત ઉત્પાદન ક્ષેત્રમાં બિલીયન યુ.એસ.ડોલર એટલેકે રૂ. ૩૦ હજાર કરોડના પ્રત્યક્ષ રોકાણોની જાહેરાત કરી છે

ગુજરાતે સૌર ઊર્જા, પવન ઊર્જા જેવા બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતના વ્યાપક ઉપયોગથી ગ્રીન-કલીન પર્યાવરણ પ્રિય ઊર્જા ઉત્પાદનનો જે નવિન માર્ગ કંડાર્યો છે તેનાથી પ્રભાવિત થઇ એસ.બી એનર્જી સોફટ બેન્ક ગૃપ રાજ્યમાં ક્ષેત્રે રોકાણ કરશે. ગૃપ દ્વારા દેશમાં ૧૧ બિલીયન ડોલરનું રોકાણ કરવામાં આવેલું છે તેમાં ગુજરાતમાં બિલીયન યુ.એસ ડોલર્સનું રોકાણ નવું સિમાચિન્હ બનશે

વધતી જતી ઊર્જાની માંગને આગામી સમયમાં પહોચી વળવા તેમજ પર્યાવરણની જાળવણી માટે બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોત મારફતે ગ્રીન એન્ડ કલીન એનર્જી ઉત્પન્ન કરવાનું  લાંબાગાળાનું આયોજન સરકારે અમલમાં મૂકયું છે

આવનારા વર્ષોમાં ગુજરાત રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે સૌર અને પવન ઊર્જા આધારિત વીજ ઉત્પાદન ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરી સ્તરે પહોંચવા માંગે છે કે ગુજરાત પોતાની જરૂરિયાત સાથે સાથે દેશના અન્ય રાજ્યોની જરૂરિયાત પણ પૂર્ણ કરે. ગુજરાતની રિન્યુએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતા આજે ૮૮૮પ મેગાવોટ છે. ર૦રર સુધીમાં તે ૩૦,૦૦૦ મેગાવોટ સુધી લઇ જવા માટે હાઇબ્રિડ પોલિસીનું નક્કર આયોજન કરવામાં આવ્યું છે

૩૦ હજાર મેગાવોટમાંથી ર૦ હજાર મેગાવોટનો ગુજરાતમાં ઉપયોગ કરવામાં આવશે અને ૧૦ હજાર મેગાવોટ વીજળી અન્ય રાજ્યોને ગુજરાત આપશે. લક્ષ્યાંકની સિદ્ધિમાં એસ.બી એનર્જી સોફટ બેન્ક ગૃપનું રોકાણ પ્રેરણા બળ આપનારૂં બની રહેશે ગુજરાતે હાલ મેન્યૂફેકચરીંગ હબ, ઓટોમોબાઇલ હબનું ગૌરવ મેળવેલું છે. હવે, એસ.બી એનર્જી સોફટ બેન્ક ગૃપ દ્વારા રાજ્યમાં બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોત ઉત્પાદન ક્ષેત્રે થનારૂં જંગી રોકાણ ગુજરાતને રિન્યુએબલ એનર્જીનું હબ પણ બનાવશે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતના ક્ષેત્રોમાં સૂર્ય ઊર્જાના MSME સેકટરમાં તેમજ ગૃહ વપરાશના સોલાર રૂફટોપ માટે પણ સંકલ્પબદ્ધ છે

હેતુસર રાજ્યમાં વર્ષ બે લાખ પરિવારોને સોલાર રૂફ ટોપ યોજનામાં આવરી લેવાના છે મહત્તમ સૂર્ય પ્રકાશ મેળવતા કચ્છ, બનાસકાંઠા, પાટણ જેવા જિલ્લાઓમાં સૌર ઊર્જા ઉત્પાદન સાથે સમૂદ્ર કિનારાના વિસ્તારોમાં ઓન શોરઓફ શોર વિન્ડ એનર્જી પવન ઊર્જા ઉત્પાદન માટેનું વ્યાપક અમલીકરણ પણ રાજ્ય સરકારે કર્યુ છે.

 

(10:34 pm IST)