Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

TATનાં પ્રશ્નપત્રમાં છબરડા:બોર્ડે જાહેર કર્યું 11 માર્કનું ગ્રેસિંગ

કેમેસ્ટ્રીનાં પ્રશ્નપત્રમાં 6 પ્રશ્નોનાં જવાબ એવા છે જેમાં એકને બદલે બે જવાબ સાચા !!

અમદાવાદ :માધ્યમિક શાળાના શિક્ષકો માટે ગત 28 ઓક્ટોબરનાં રોજ લેવાયેલી TAT(HS)ની પરીક્ષાનાં કેમેસ્ટ્રીનાં પ્રશ્નપત્રમાં છબરડા સામે આવ્યાં છે બાદ બોર્ડે 11 માર્કનું ગ્રેસિંગ જાહેર કર્યું છે. બોર્ડે જાહેર કરેલી આન્સર સીટમાં છબરડો થયો હતો જેમાં કેમેસ્ટ્રીનાં પ્રશ્નપત્રમાં 6 પ્રશ્નોનાં જવાબ એવા છે જેમાં એકને બદલે બે જવાબ સાચા છે.

   સમગ્ર રાજ્યના ચાર મહાનગરોમાં કુલ 474 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં કુલ 98,156 ઉમેદવારો પરીક્ષામાં બેઠા હતાં. જો માધ્યમ પ્રમાણે ઉમેદવારો પર નજર કરવામાં આવે તો 96,584 ગુજરાતી માધ્યમના ઉમેદવારો હતા. જ્યારે કે 1174 અંગ્રેજી માધ્યમના અને 398 હિન્દી માધ્યમના ઉમેદવારો પરીક્ષા આપી હતી.
   આ છબરડા અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આક્ષેપ કરતા કહ્યું છે કે, 'આ ગેરરીતિ શિક્ષકોનાં ભવિષ્ય સાથે ચેડા છે. આ છબરડો જોઇને થાય કે જેણે પણ પેપર કાઢ્યું છે તેમાં કોઇ ગંભીરતા નથી. ગેરરીતિ કરનારાઓ સામે તટસ્થ તપાસ થવી જોઇએ.

(11:30 pm IST)