Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

કુંડલી ભાગ્યનો કરણ લુથરા શહેરની મુલાકાતે પહોંચ્યો છે

અભિનેતાએ શોને પ્રમોટ કરવાને લઇ વાતો કરીઃ અમદાવાદની મહેમાનગતિના લુથરા દ્વારા વખાણ કરાયા

અમદાવાદ,તા. ૭: ઝી ટીવીના લોકપ્રિય શો કુંડલી ભાગ્યનો અભિનેતા ધીરજ કપૂર કે આ શોમાં કરણ લુથરાનું પાત્ર નિભાવી રહ્યો છે તે આજે અમદાવાદનો મહેમાન બન્યો હતો. પોતાના લોકપ્રિય શોના પ્રમોશનને લઇ કરણ લુથરાએ રસપ્રદ વાતો કરી હતી. ખાસ કરીને અમદાવાદની મહેમાનગતિના તેણે વખાણ પણ કર્યા હતા. કરણ લુથરાએ જણાવ્યું કે, તે દર્શકો તરફથી તેના શો અને તેને મળી રહેલા પ્રેમ અને પ્રોત્સાહને જોઇ વધુ મહેનત કરવા પ્રેરાય છે અને દર્શકોના મનોરંજન માટે મહત્તમ રીતે કટિબધ્ધ બનવા તૈયાર થાય છે. ગત વર્ષે જુલાઈ ૨૦૧૭, જ્યારથી શોની રજૂઆત થઈ છે, ત્યારથી કુંડલી ભાગ્ય ઝી ટીવીના ટોચના પ્રાઈમ ટાઈમ કાલ્પનિક ઓફરમાં આવી ગયો છે, જેને ટેલિવિઝન દર્શકોના દિલના તાર ઝણઝણાવી દીધા સાથોસાથ તેનું વર્ણન, રસપ્રદ પ્લોટ અને સારી રીતે લખવામાં આવેલા પાત્રો જેને કેટલાક અત્યંત પ્રતિભાશાળી અભિનેતાઓ- ધીરજ ધૂપર શ્રદ્ધા આર્યા, અંજુમ ફકિહ અને માનિત જૌરા નિભાવી રહ્યા છે, જેમના નામ અનુક્રમે કરણ, પ્રિતા, કરણ, શ્રિસ્થી અને રિષભ તરીકે પ્રચલીત છે. દર્શકોના પ્રેમને નજીકથી જોવા તથા શોને પ્રમોટ કરવા માટે ધીરજ ધૂપર, જેઓ આ શોમાં કરણ લુથરાનું પાત્ર નિભાવે છે તેણે આજે અમદાવાદની મુલાકાત લીધી હતી. કુંડલી ભાગ્યમાં પ્રજ્ઞા (કુમકુમ ભાગ્યની પ્રથમ કલાકાર)ની તેના જન્મથી અલગ થયેલી બે બહેનો- પ્રિતા અને સૃષ્ટિની વાર્તા છે, જેમને તેમની માતા સરલાને મળવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યા અને તેની સાથે એક સમદ્ધ પંજાબી પરિવાર- લુથરા છે, જેના મોટા દિકરા રિષભ લુથરાની એક સેલિબ્રિટી મેનેજમેન્ટ કંપની છે, જે અભીની સંગીત કારકીર્દીનું સંચાલન કરે છે. તેનો નાનો ભાઈ કરણ લુથરા, એક સ્ટાર ક્રિકેટર બનતા પહેલાનો તેનો સ્વેગ અલગ જ છે, તે એક કાસાનોવા અને છોકરીઓ તેની પાછળ પાગલ છે. આ પ્રવાસ આગળ વધી રહ્યો છે, જ્યારે પ્રિતા, રિષભ, કરણ અને સૃષ્ટિના રસ્તાઓ એકબીજાનની સાથે મળે છે, અને કઈ રીતે આગળ વધે છે તે છે, કુંડલી ભાગ્ય. ધીરજ, હાલ ઘર-ઘરમાં એક જાણીતું નામ છે, અત્યંત ટુંકાગાળામાં તેને મળેલી આ પ્રસિદ્ધી અને ખ્યાતિથી તે, ખૂબ જ ખુશ છે. શોમાં તેના પાત્ર અને પ્રવાસ અંગે જણાવતા ધીરજ કપૂરે જણાવ્યું કે, ઝી ટીવી જેવી ચેનલ અને બાલાજી ટેલિફિલ્મ્સ જેવા પ્રોડક્શન હાઉસની સાથે કામ કરવાની તક મળી એ માટે હું અત્યંત ધન્ય માનું છું. મારું પાત્ર કરણ નામના એક યુવાનનું છે, જે જન્મથી જ ધનવાન છે. તેને જીવવા માટે તેની કારકીર્દી અંગે કોઈ ચિંતા નથી, પરંતુ તે એક પ્રતિભાશાળી ક્રિકેટર છે, જેની કારકીર્દી તેના મોટા ભાઈ રિષભ સાચવે છે. વર્તન અને વ્યક્તિત્વમાં તે રોકસ્ટાર છે, જ્યાં છોકરીઓ તેના પ્રવેશ પર બૂમો પાડે છે. મેં સ્ક્રીન પર પહેલા કરેલા પાત્રો કરતાં કરણનું પાત્ર સંપૂર્ણપણે અલગ છે.

મને લાગે છે કે, મને દર્શકો પાસેથી ખૂબ જ પ્રેમ અને પ્રોત્સાહન મળ્યું છે, જેનાથી હું દરરોજ વધુને વધુ મહેનત કરવા માટે પ્રોત્સાહિત થાઉં છું. અમદાવાદમાં આજે આવવું ખૂબ જ સારું લાગે છે. મને ચાહકો પાસેથી જે પ્રેમ મળ્યો છે, તેને હું શબ્દમાં વર્ણવી નથી શકતો. છેલ્લા કેટલાક સપ્તાહથી દર્શકો કરણ અને પ્રિતાની વચ્ચેની નિકટતામાં વધારો જોઈ રહ્યા છે, પરંતુ તેમના બંનેની વચ્ચેના પ્રેમ માટે હજી તેમને કોઈ જાણ નથી. કરણ અને પ્રિતાનો પરિવાર શોપિંગ મોલમાં જાય છે. કેટલાક ચોરોએ જ્વેલરી સ્ટોરમાં હુમલો કરે છે. આ ઘટના દરમિયાન પૃથ્વી, જાનકીને મારવા ઇચ્છે છે, કારણકે, તે ફરીથી પાછી આવવાના માર્ગ પર છે, તેથી તે તેને સીડી પર ફેંકી દે છે. તેને લીધે જાનકી તેનો ગુમાવેલો અવાજ પાછો મેળવે છે અને તે મોટી ધમકી છે, પરંતુ તે આ સ્ટોરના હુમલાને કારણે પ્રિતાને કંઈ નથી કરી શકતી. બીજી તરફ, પૃથ્વી જાનકીને મારી નાખવા માટે ચોરોને ઉશ્કેરે છે અને તેથી તેઓ તેની ગન શૂટિંગ કરવા માટે તકે છે! જાનકીનું હવે શું થાય છે? કરણ અને પ્રિતાના જીવનમાં હવે શું થશે? આ અંગે વધુ જાણવા માટે, જોતા રહો કુંડલી ભાગ્ય, સોમવારથી શુક્રવાર, રાત્રે ૯ વાગ્યે ફક્ત ઝી ટીવી પર.

(9:50 pm IST)