Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

અમદાવાદમાં પ્રિમિયર બેડમિન્ટન લીગની મેચ હવે જોવા મળશે

સ્ટાર ખેલાડી સિંધુ, નેહવાલને જોવાની તક મળશેઃ ૨૨ ડિસેમ્બરથી ૧૩ જાન્યુઆરી સુધી લીગનું આયોજન ઓલિમ્પિક મેડાલિસ્ટ તેમજ વર્લ્ડ ચેમ્પિયન્સ ભાગ લેશે

અમદાવાદ,તા. ૭: પ્રિમીયર બેડમિન્ટન લીગની મહત્વની મેચો આ વખતે સૌપ્રથમવાર અમદાવાદમાં તા.૨થી ૬ જાન્યુઆરી દરમ્યાન જોવા મળશે. સ્પોર્ટ્સ લાઇવ દ્વારા તા.૨૨ ડિસે.થી તા.૧૩ જાન્યુ.સુધી પ્રિમીયર બેડમિન્ટન લીગનું આયોજન  કરવામાં આવ્યું છે. જેમાં ઓલિમ્પિક મેડાલિસ્ટ અને વર્લ્ડ ચેમ્પિયન્સ સહિત ભારતના ચુંનદા ખેલાડીઓની બેડમિન્ટનની રમતની મોજ માણવા મળશે. ખાસ કરીને પીબીએલમાં ભારતની સ્ટાર ખેલાડીઓ પી.વી.સિંધુ, સાયના નેહવાલ, સિક્કી રેડ્ડી, શ્રીકાંત કિદમ્બી સહિતના ખેલાડીઓ રમતા જોવા મળશે, અમદાવાદીઓ માટે સૌપ્રથમવાર આ સ્ટાર ખેલાડીઓને જોવાની અને તેમની રમતની લુત્ફ ઉઠાવવાની તક પ્રાપ્ય બનશે એમ અત્રે સ્પોર્ટસ લાઇવના એકઝીકયુટીવ ડાયરેકટર પ્રસાદ મંગીપુડી અને બેડમિન્ટન એસોસીએશન ઓફ ઇન્ડિયાના જોઇન્ટ સેક્રેટરી મયુર વી.પરીખે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પીબીએલની આ ૪થી સીઝન છે પરંતુ તે વિશ્વની લોકપ્રિય ઇવેન્ટમાં સામેલ થઇ ચૂકી છે. કારણ કે, તેને જોનારા દર્શકોની સંખ્યા લાખોમાં વધી રહી છે. આ વખતની પીબીએલની સ્પર્ધામાં ૯ ટીમો ભાગ લેશે. જેમાં દેશ-વિદેશના ૧૦૦થી વધુ બેડમિન્ટ પ્લેયર્સ ભાગ લેવાના છે. જેમાં અમદાવાદની અનુષ્કા પરીખની ગેમ અમદાવાદ શહેર માટે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ૧૭ દેશોના ખેલાડીઓની નવ અલગ-અલગ ટીમો મુંબઇ, હૈદ્રાબાદ, પૂણે, અમદાવાદ, બેંગ્લોર સહિતના શહેરોમાં વિવિધ રાઉન્ડમાં ટકરાશે અને છેલ્લે બેંગ્લોરમાં પ્રિમીયર બેડમિન્ટન લીગની ફાઇનલ રમાશે. તેમણે ઉમેર્યું હતું કે, દેશમાં હવે માત્ર ક્રિકેટની રમત જ લોકપ્રિય નથી રહી પરંતુ લોકો હવે ધીરેધીરે બેડમિન્ટ સહિતની અન્ય રમતો પણ લોકપ્રિય બનાવતા જાય છે અને તેથી અન્ય રમતોમાં પણ આપણા દેશની ખાસ કરીને આંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારની પ્રતિભાઓ અને ખેલાડીઓને પીબીએલ જેવા પ્લેટફોર્મ થકી તક પૂરી પાડવાના આશયથી આ ટુર્નામેન્ટનું આયોજન કરાય છે. આગામી ત્રણ ચાર વર્ષમાં ગુજરાત સહિત દેશભરમાં નવી એકેડમીની સ્થાપના અને નેટવર્ક વિસ્તાર પામ્યા બાદ ઉગતા ખેલાડીઓ માટે નવી તક પ્રાપ્ય બનશે.

(9:50 pm IST)
  • મોરબીના રવાપર ધૂનડા રોડ પર નવા બની રહેલાં બિલ્ડીંગમાં લિફ્ટના ખાચામાં યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છેપ્રાથમિક તપાસમાં પોલીસને મૃતક યુવાન પરપ્રાંતિય હોવાનું જાણવા મળ્યું છેપોલીસે સમગ્ર બનાવ ની ગંભીરતાપૂર્વક નોંધ લઈ યુવાન ના મોત અંગેનું કારણ અને પરિવારની શોધખોળ હાથ ધરી છે access_time 3:56 pm IST

  • મહેસાણા : ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં જુનીયર આસિસ્ટન્ટની ભરતીનો મુદ્દો :ભરતીમાં ગેરરીતિ હોવાની ફરિયાદ બાદ કલાર્કને સસ્પેન્ડ કરાયો :ઉમેદવારોએ જવાબદારો સામે પગલા ભરવાની માંગ સાથે હોબાળો મચાવ્યો access_time 3:21 pm IST

  • ભારતના ચિફ ઇકોનોમિક એડ્વાઇઝર તરીકે ક્રિષ્નામૂર્થી સુબ્રમનિયમની નિમણુંક : IIT/IIM પૂર્વ ટોપ રેન્કિંગ સ્ટુડન્ટ તથા અમેરિકાના શીકાગોમાંથી Ph.D ડિગ્રી મેળવી હૈદ્રાબાદની બિઝનેસ સ્કૂલમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવાઓ આપતા ક્રિષ્નામૂર્થી 3 વર્ષ માટે દેશના ચીફ ઇકોનોમિક એડવાઈઝર તરીકે સેવાઓ આપશે access_time 5:46 pm IST