Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

અમદાવાદ : પાર્કિંગ સમસ્યાને હલ કરવા નવી એપ લોન્ચ થઇ

અનોખી વેલેટાઇઝ પાર્કિંગ એપ લોન્ચ કરવામાં આવીઃ નાગરિકો એપ દ્વારા તેમનું વાહન ઇચ્છે તે જગ્યા પર પાર્ક કરી શકશે : રાજયના અન્ય શહેરોમાં અમલી કરવા તૈયારી

અમદાવાદ, તા.૭:  અમદાવાદ, ગુજરાત સહિત દેશભરમાં પાર્કિંગ અને તેના કારણે ટ્રાફિક જામ, પ્રદૂષણ સહિતની અનેક સમસ્યાઓ સરકાર સહિતના સત્તાવાળાઓ માટે માથાના દુઃખાવા સમાન બની રહી છે ત્યારે અમદાવાદ શહેરના શુભમ શર્મા નામના યુવકે સ્ટાર્ટ અપ બિઝનેસ તરીકે વેલેટાઇઝ પાર્કિંગ એપ લોન્ચ કરી છે, જેને પગલે પાર્કિંગ માટે અમદાવાદમાં નગરજનોને હવે વન સ્ટેપ સોલ્યુશન પ્રાપ્ત થયું છે. આગામી માર્ચ-૨૦૧૯ સુધીમાં આ વેલેટાઇઝ એપ થ્રુ સમગ્ર અમદાવાદ શહેરને પાર્કિંગના સોલ્યુશન હેઠળ આવરી લેવાશે અને ત્યારબાદ રાજયના અન્ય શહેરો વડોદરા, રાજકોટ, સુરત સહિતના શહેરોને આ વેલેટાઇઝ એપ હેઠળ આવરી લેવાશે. પાર્કિંગની સમસ્યાનું વન સ્ટેપ સોલ્યુશન પૂરું પાડતી આ વેલેટાઇઝ એપનો સૌથી મોટો ફાયદો એ છે કે, નાગરિકો તેમનું ટુ વ્હીલર કે ફોર વ્હીલર લઇને ગમે તે વિસ્તારમાં પાર્ક કરવા ઇચ્છતા હશે તો તે એપના વેલેટ્સને જાણ કરી દેવાની રહેશે, આ વેલેટ્સ નાગરિકો પાસેથી તેમના વાહનની ચાવી લઇ યોગ્ય જગ્યાએ તેમના વાહન પાર્ક કરી દેશે. ત્યારબાદ નાગરિકો તેમની ખરીદી કે કોઇપણ કામ પૂર્ણ થાય એટલે પંદર મિનિટ પહેલા ફરી વેલેટ્સને જાણ કરે એટલે તેઓ કહે ત્યાં ગણતરીની મિનિટમાં તેમનું વાહન તેમની પાસે પહોંચતુ કરી દેવાશે. આ અંગે વેલેટાઇઝ પાર્કિંગ એપના ફાઉન્ડર શુભમ શર્મા અને સ્ટ્રેટેજીક પાર્ટનર એન્ટરપ્રાઇઝીંગ ઇન્ડિયનના ભાવેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, પાર્કિંગની વિકટ સમસ્યાનું નિવારણ કરતી આ દેશની અનોખી એપ છે, જે વન સ્ટેપ સોલ્યુશન નાગરિકોને પૂરું પાડે છે. પાર્કિંગ સંબંધિત આંકડાકીય માહિતી જોઇએ તો, દેશના સર્વે મુજબ, એક વ્યકિત સરેરાશ પાર્કિંગ માટે ૨૦થી ૨૫ મિનિટ દિવસમાં બગાડે છે, એટલે કે, એક વર્ષમાં તેના ૭૦ કલાક બગાડે છે. વળી, પાર્કિંગ શોધવા રસ્તા પર વાહન લઇને ફરવાના કારણે ટ્રાફિકની ગીચતા, પ્રદૂષણ સહિતની અનેક સમસ્યાને તે પ્રોત્સાહન આપે છે. આ સંજોગોમાં તેના બદલે જો આ વેલેટાઇઝ પાર્કિંગ એપનો ઉપયોગ કરે તો વ્યકિત ઘેરથી નીકળે ત્યારે જ તેના ઇચ્છિત વિસ્તારમાં એ સ્થળના પાર્કિંગની માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ હોય અને તે એપના વેલેટ્સ(કંપનીના માણસ)ને ત્યાં પહોંચી કાર કે વાહનની ચાવી આપી દે એટલે એ માણસો તે વ્યકિતનું વાહન સુરક્ષિત પાર્કિંગ વ્યવસ્થામાં પાર્ક કરી દે. બીજીબાજુ, આ વ્યકિત તેનું જરૂરી કામ પૂર્ણ કરી વાહન માટે તે માણસને ઇન્ફોર્મ કરે એટલે તરત જ તે વ્યકિત કહે ત્યાં તેને તેનું વાહન પહોંચાડી દેવામાં આવે. આમ, પાર્કિંગની સમસ્યાનું આસાનીથી નિરાકરણ શકય બનાવાયું છે. આ અનોખી એપ અને તેના ફાયદાને લઇ શુભમ શર્મા અને ભાવેશ ઉપાધ્યાય દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતના સત્તાવાળાઓ સાથે પણ તેને લાગુ કરવાની દિશામાં ચર્ચા વિચારણા હાથ ધરાઇ છે. જો અમ્યુકો સહિતના સત્તાવાળાઓ તેમના પે એન્ડ પાર્કિંગ સહિતની જગ્યાઓ આ વેલેટાઇઝને સોંપે તો પાર્કિંગની આ અનોખી એપ અને મેનેજમેન્ટ થ્રુ પાર્કિંગની જટિલ સમસ્યા હલ થઇ શકે તેમ છે. આ એપથી માત્ર પાર્કિંગ જ નહી પરંતુ વ્યકિત પાર્કિંગમાં વાહન આપે ત્યારે તેના ફયુઅલ પુરાવવા, વોશીંગ સહિતની વિવિધ સેવાઓ પણ ઉપલબ્ધ બનશે, જે બહુ મોટી સુવિધા નાગરિકોને નજીવા ચાર્જમાં મળશે.

(9:47 pm IST)
  • અમરેલી જિલ્લાના બગસરાના સુડાવડ ગામની સીમમાંથી બાળકને ઉઠાવી જનાર દીપડાએ બળદનો શિકાર કર્યો છેચાર દિવસ વીત્યા બાદ હજુ બાળકના અવશેષો પણ વનવિભાગને હાથ લાગ્યા નથી......વનવિભાગે દીપડાને પકડવા પાંજરું મૂક્યું હોવા છતાં દીપડો વનવિભાગને આપી રહ્યો છે ખો.....બાળક બાદ બળદનો શિકાર થતા ફરી વનવિભાગે સક્રિય થયું છે જ્યારેદીપડાના ખોંફથી ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો છે access_time 3:57 pm IST

  • વડોદરા જિલ્લાનાવાઘોડિયા તાલુકામાં ફાર્મહાઉસ માં દરોડો પાડીનેવસવેલ ગામની સીમમાં ફાર્મહાઉસ માં દારૂની મેહફીલ માણતા૧૪ નબીએનોની વાઘોડિયા પોલીસે કરી ધરપકડ18 લક્ઝરી કારો સહીત લાખથી વધુનોમુદામાલ કબજે કર્યો છે access_time 3:56 pm IST

  • સુરત :મેમો ગેમને લઈ DEO કચેરીનો નિર્દેશ જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલને આપ્યા નિર્દેશ :મેમો જેવી ઓનલાઈન ગેમથી વિદ્યાર્થીઓ દૂર રહે :મેમો, બ્લ્યુવહેલ જેવી ગેમો લઈ રહી છે લોકોનો જીવ access_time 3:29 pm IST