Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

રાજયના ૧પ GAS અધિકારીઓની બદલી : પાટણ કલેકટર દેસાઇને બોટાદ મુકાયા : શ્રીમતિ જે.ડી.ગઢવીને પોસ્ટીંગ : રાજકોટના ડે.કલેકટર તરીકે નિયુકત : સંપૂર્ણ સૂચી જોવા માટે અહી ક્લિક કરો

ગુજરાત એડમિનીસ્ટ્રેટીવ સર્વિસના જુનીયર સ્કેલના ૧પ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

ગાંધીનગરના રેવન્યુ ડિપાર્ટમેન્ટના ૭ ડિસે. ર૦૧૮ ના પરિપત્ર મુજબ શ્રીમતી આર.ડી. સિંધ કમિશ્નર  ઓફ જીઓલોજી એન્ડ માઇનીંગ ગાંધીનગરને સ્પેશ્યલ લેન્ડ એકવીઝીશન ઓફિસર  તરીકે ગુજરાત મેરીટાઇમ બોર્ડ, ગાંધીનગરમા ટ્રાન્સફર કરાયા છે.

આઇ.વી. દેસાઇ પાટણ ડીસ્ટ્રીકટ કલેકટરને બોટાદ ડીસ્ટ્રીકટ ડેપ્યુટી કલેકટર શ્રીમતિ એન.યુ. મોદનની જગ્યાએ મુકવામા  આવ્યા છે.

એ.કે. પ્રજાપતિ કે જેમની નિમણુંક કરવાની બાકી હતી  તેમને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશનના જનરલ મેનેજર શ્રીમતિ ક્રિષ્ના વાઘેલાની જગ્યાએ મુકવામા  આવ્યા છે.

શ્રીમતિ જે.ડી. ગઢવી કે જેમની નિમણૂંક બાકી હતી તેમને નવી નિર્માણ કરાયેલી પોસ્ટ રીજીયોનલ કમિશ્નર ઓફ મ્યુનિસીપાલિટીઝ, રાજકોટ રીજીયન, રાજકોટના ડે. કલેકટર તરીકે મુકવામા  આવ્યા છે.

શ્રી પી.એસ. પ્રજાપતિ કે જેમની નિમણુંક બાકી હતી તેઓને કમિશ્નર ઓફ મ્યુનિસિપાલિટીઝ એડમીનીસ્ટ્રેશન ગાંધીનગર ખાતે ડેપ્યેુટી ડીરેકટર તરીકે નિમવામા આવ્યા છે.

શ્રીમતિ ક્રિષ્ના વાઘેલા કે જેઓ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન ગાંધીનગર મુકામે જનરલ મેનેજર તરીકે  ફરજ બજાવતા હતા તેમને સ્પે. ડયુટી રેવન્યુ ડિપાર્ટમેન્ટ, સચિવાલય ગાંધીનગર ખાતે નિમણુંક આપવામા આવી છે.

કુ.આર.કે. વાંગવાણી ગાંધીનગર કલેકટર ઓફિસમા સ્પેશ્યલ લેન્ડ એકવીઝીશન ઓફીસર તરીકે ફરજ બજાવતા હતા તેમને નવ નિર્માણ કરાયેલી પોસ્ટ ડીરેકટર ઓફ રિલીફ ઓફીસમાં ડેપ્યુટી કલેકટર (સ્કેર સીટી) તરીકે મુકવામા આવ્યા છે.

શ્રી એસ.સી. પટેલ- વલસાડ ડીસ્ટ્રીકટ કલેકટર ઓફિસમાં મધ્યાહન ભોજન યોજના ડેપ્યુટી કલેકટર તરીકે ફરજ બજાવતા હતા તેમને આ ઓફિસમાં જ ડેપ્યૂટી કલેકટર (સ્કેરસીટી) તરીકે નિમણુંક આપવામાં આવી છે.

શ્રી જી. જે. પ્રજાપતિ કે  જેઓ ડિરેકટર ઓફ ફુડ એન્ડ સિવીલ સપ્લાઇઝ ગાંધીનગર ઓફિસમાં ડેપ્યુટી કલેકટર (પેટેલિયમ) તરીકે  ફરજ બજાવતા હતા. તેમને નવી નિર્માણ કરાયેલી પોસ્ટ ડીરેકટર ઓફ રિલીફ ગાંધીનગર ઓફિસમાં ડેપ્યૂટી કલેકટર ફલાઇંગ સ્કવોડ તરીકે  નિમવામા આવ્યા છે.

શ્રીમતિ એન.યુ. મોદન બોટાદ કલેકટર ઓફિસમાં ડેપ્યુટી કલેકટર તરીકે ફરજ બજાવતા હતા તેમને સુરેન્દ્રનગર ડીસ્ટ્રીકટ કલેકટર ઓફિસમાં નવી નિર્માણ કરાયેલી પોસ્ટ ડેપ્યુટી ડિરેકટર (સ્કેરસીટી) તરીકે મુકવામા આવ્યા છે.

શ્રી આર.એમ. ચૌધરી કે જેમની નિમણૂંક બાકી હતી તેમને પાટણ ડીસ્ટ્રીકટ કલેકટર ઓફિસમાં ડેપ્યુટી કલેકટર (સ્કેરસીટી ) તરીકે મુકવામાં આવ્યા છે.

શ્રી વાય.ડી. શ્રી વાસ્તવ કે જેઓ કમિશ્નર ઓફ વીમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ ગાંધીનગરમાં આસી.ડીરેકટર  તરીકે ફરજ બજાવતા હતા તેમને બનાસકાંઠા ડીસ્ટ્રીકટ કલેકટર ઓફિસમાં ડેપ્યુટી કલેકટર (સ્કેરસીટી) તરીકે નીમવામા આવ્યા છે.

શ્રી સી.સી. પટેલ કે જેઓ છોટાઉદેપુર ડીસ્ટ્રીકટ પંચાયત ઓફીસમાં ફરજ બજાવતા હતા તેમને બનાસકાંઠા ડીસ્ટ્રીકટ પંચાયત ઓફીસમાં ડેપ્યુટી ડી.ડી.ઓ. તરીકે મુકવામા આવ્યા છે.

શ્રીમતિ આર.એચ. ગઢવી કે જેમની નિમણુંક બાકી હતી તેઓને ગુજરાત રાજય ખાદી ગ્રામોધોગ બોર્ડ અમદાવાદમા એડમીનીસ્ટ્રેટીવ ઓફીસર તરીકે મુકવામા આવ્યા છે.

શ્રી એન.આર. દૂબે કે જેઓ સરદાર સરોવર પુનવર્સન એજન્સી વડોદરાના આસી. કમિશ્નર તરીકે  ફરજ બજાવે છે તેમને હાલની તકે બીજો ઓર્ડર ન નીકળે ત્યાં સુધી વધારામા સ્ટેચ્યુ ઓફ યુનિટી ટાસ્ક સંભાળશે.

ઉપરોકત અધિકારીઓને જે તે  કલેકટર્સ  તથા ઓફિસ હેડએ તેમની જગ્યાએ બીજી કોઇ નિમણુંક થાય ત્યાં સુધી રાહ જોવાને બદલે તાત્કાલિક કોઇપણ જાતના જોઇનીંગ પિરીયડ આપ્યા વિના કે અગાઉથી રજા મંજુરી આપ્યા વિના નવા હોદા ઉપર હાજર થવા માટે છુટા કરી દેવાના છે. તેવું ગુજરાત સરકરના હુકમથી ડેપ્યુટી સેક્રેટરી શ્રી દિલીપ ઠાકોરએ પરિપત્રમાં જણાવ્યું છે.

 

 

(9:41 pm IST)