Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

વડોદરામાં લગ્ન ન થતા નાના ભાઈએ મોટા ભાઈ પર ચાકુથી જીવલેણ હુમલો કર્યો

વડોદરા:શહેરના વાઘોડિયારોડ પર પરિવાર સાથે રહેતા શાકભાજીના વેપારીના ઘરે ગત રાત્રે નશો કરેલી હાલતમાં ધસી આવેલા તેના સગા નાનાભાઈએ મારા લગ્ન કેમ કરાવતા નથી તેમ કહીને વેપારી પર ચાકુથી હુમલો કરી ઈજા પહોંચાડી હતી.

વાઘોડિયારોડ પર કલાદર્શનચાર રસ્તા પાસે પરિવાર સાથે રહેતા ૪૮ વર્ષીય લાલાભાઈ કાલીદાસ શાકભાજીનો વેપાર કરે છે. ગઈ કાલે રાત્રે તે ઘરે હતા તે સમયે ગાજરવાડી વિસ્તારના વુડાનમાં મકાનમાં રહેતો તેમનો સગો નાનોભાઈ ચંદુ દારૃનો નશો કરી તેમના ઘરે ધસી ગયો હતો. તેણે હું એકલો રહુ છુ તમે મને સમયસર જમવાનું કેમ મોકલતા નથી, મારા છૂટાછેડા થઈ ગયા છે છતા તમે મારા બીજા લગ્ન કેમ કરી આપતા નથી તેમ જણાવી બોલાચાલી કરી હતી.

 

(5:33 pm IST)