Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

અમદાવાદમાં ઇ-મેમોની બાકી રકમ ૧૦ કરોડને પાર થઇ જતા હવે ટ્રાફિક પોલીસે રસ્‍તા ઉપર ઉતરીને બ)કી મેમો ઉઘરાવવાનું શરૂ કર્યુ

અમદાવાદઃ ટ્રાફિક પોલીસની ખોટી માથાકૂટમાંથી છૂટકારો અપાવવા માટે અમદાવાદમાં ઠેક-ઠેકાણે કેમેરા સેટ કરવામાં આવ્યા છે જેથી ટ્રાફિકના નિયમનો ભંગ કરનારા લોકોને નંબર પ્લેટના આધારે દંડ મોકલી શકાય. -મેમોની બાકી રકમ 10 કરોડને પાર થઈ ગઈ છે પણ મોટાભાગના લોકો તેને ગંભીરતા સમજવા તૈયાર નથી. કારણે હવે ટ્રાફિક પોલીસે રસ્તા પર ઉતરીને બાકી મેમો ઉઘરાવવાનું શરું કર્યું છે.

રસ્તા પર -મેમોની વસૂલાત

ગુરુવારે આરટીઓ કચેરી પાસે મોટી સંખ્યામાં ટ્રાફિક પોલીસનો કાફલો ઉતારીને બાકી -મેમો હોય તેવા વાહન ચાલકોને રોકીને તેમની પાસેથી દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવી હતી. મેમો ઘરે આવે પણ લોકો તેને સામાન્ય વાત માનીને મેમો ભરવા માટે તૈયાર નથી થઈ રહ્યા જેના કારણે ટ્રાફિક પોલીસે પગલું ભરવું પડ્યું છે.

3થી વધુ -મેમો પણ નથી ભરતા

વિવિધ વાહનોને આરટીઓ સર્કલ પાસે અટકાવીને તેમની નંબર પ્લેટના આધારે તેમનો બાકી લેવાનો નીકળતો -મેમોની તપાસ કરવામાં આવી હતી જેમાં 100થી માડીને 5 હજાર અને તેનાથી ઉપરનો મેમો બાકી હોય તેવા વાહનચાલકો ઝડપાયા હતા. ઘણાં લોકો -મેમોની રકમ સાંભળીને પછી ભરી દઈશું, અત્યાર પૈસા નથી, મને ખબર નથી એવા બહાના બનાવવા લાગ્યા હતા.

એપ દ્વારા કરાય છે ઉઘરાણી

ટ્રાફિક પોલીસના -મેમો સર્વર સાથે જોડાયેલી-મેમો પેમેન્ટએપ દ્વારા વાહનોના નંબરના આધારે સ્થળ પર -મેમોની બાકીની રકમની ચકાસણી કરવામાં આવી હતી. -મેમો બાકી હોય તે લિસ્ટમાં ટેક્સી ડ્રાઈવરથી લઈને લક્ઝુરિયસ કારના માલિકો પણ હતા. સ્થળ પર હાજર એક પોલીસકર્મીએ જણાવ્યું કે, ‘ બાકી -મેમોની રકમ 10 કરોડને પાર થઈ ગઈ છે.’

6-6 મહિના જૂના -મેમો નથી ભર્યા

લિસ્ટમાં કેટલાક ડ્રાઈવર એવા પણ હતા જેમનો -મેમો પાછલા 6 મહિના કરતા વધુ સમયથી બાકી લેવાનો નીકળતો હતો. -મેમોની વસૂલાત કરવાનું ટ્રાફિક પોલીસે શરુ કર્યું છે.

સ્થળ પર રકમની વસૂલાત

ટ્રાફિક પોલીસ દ્વારા જે એપથી વાહન ચાલકોના બાકી -મેમોની રકમની તપાસ કરવામાં આવતી હતી તેમાં વાહનચાલક દ્વારા કઈ તરીખે કયા નિયમનો ભંગ કર્યો છે તેની વિગતો આવતી હતી જેથી વાહનચાલકને સ્થળ પર સ્પષ્ટતા માટે તે બતાવીને બાકી -મેમોની વસૂલાત કરવામાં આવતી હતી.

79% લોકો -મેમો નથી ભરતા

અગાઉ એક રિપોર્ટ સામે આવ્યો હતો કે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને 79% લોકો -મેમો સ્વરુપે મળતો દંડ ભરતા નથી. જેના કારણે છેલ્લા 6 મહિનામાં 1.45 લાખથી વધુ -મેમોનું પેમેન્ટ પેન્ડિંગ છે.

(5:26 pm IST)
  • પંચમહાલ જિલ્લાનાગોધરાના ગદુકપૂર ગામમાં આવેલી બેન્ક ઓફ બરોડાની શાખામાં 3 જેટલા ઈસમોએ કર્યો ચોરીનો પ્રયાસ કર્યો હતો બેંકનો મુખ્ય દરવાજો તોડી બેંકમાં પ્રવેસી બેંકનું સેફ વોલ્ટ તોડવા જતા ઈમરજન્સી સાયરન વાગતા 3 ઈસમો ફરાર સાયરન વાગતા બેંકમાં રાખેલી રોકડ રકમની ચોરી અટકી છેબનાવને પગલે ગોધરા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે access_time 3:56 pm IST

  • સુરેન્દ્રનગર જિલ્લાનાધ્રાંગધ્રા ના એંજાર ની પ્રાથમિક શાળા ને તાળા બંધી કરી રોષ ઠાલવ્યો હતોશિક્ષકો ની ઘટ ને કારણે વિધાર્થી ના અભ્યાસ પર અસર પડી વાલીઓ એ અનેક વાર તંત્ર ને કરી જાણના છુટકે શાળા ને લગાવી દીધા તાળા access_time 3:57 pm IST

  • રાજકોટ : અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આજે પ્રમુખ સ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતિ મહોત્સવ : ૪૦૦ જેટલા ગરીબ દર્દીઓના નિઃશુલ્ક ઓપરેશન માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરાઈ access_time 3:20 pm IST