Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

સુરતઃ હીરા ઉદ્યોગમાં મંદીનું મોજુઃ કંપનીઓએ ૨૫ ટકા સુધી ઘટાડયો પગાર

રૂપિયાના અવમૂલ્યાંકનને લીધે લેબર કોસ્ટ વધી

મુંબઇ, તા.૭:સુરતઃ હીરા ઉદ્યોગમાં કર્મચારીઓમાં અશાંતિની મોહાલ સર્જાઈ રહ્યો છે. પોલિશ્ડ અને ખાસ કરીને નાના તથા ઓછી કિંમતના હીરાના ભાવમાં તીવ્ર દ્યટાડાના કારણે મોટાભાગના નાના અને મઘ્યમ હીરા એકમોએ વેતનમાં દ્યટા઼ડો કર્યો છે.

પાછલા એક અઠવાડિયામાં કેટલાક હીરા એકમોમાં કર્મચારીઓના વિરોધની દ્યટનાઓ બની છે. બુધવારે વરાછા વિસ્તારમાં આવેલી એક હીરા કંપનીના ૨૦૦ જેટલા કર્મચારીઓએ વેતનમાં ૨૫ ટકાનો ઘટાડો કરાતા કંપની વિરુદ્ઘ સૂત્રોચ્ચાર કર્યા હતા. ગુજરાત ડાયમંડ વર્કર્સ યુનિયનના પ્રેસિડેન્ટ રનમલ જિલરિયાએ જણાવ્યું કે, આગામી દિવસોમાં કામદારોને ગુસ્સો વધી શકે છે અને અમે રસ્તા પર ઉતરવામાં પણ સંકોચ નહીં કરીએ.

ઈન્ડસ્ટ્રીના સૂત્રોએ જણાવ્યું કે, ભારતમાં ટાઈટ ક્રેડિટ અને રૂપિયાના અવમૂલ્યાંકનને લીધે ઉત્પાદકો સાવચેત બન્યા છે. લેબર કોસ્ટ વધવાની સાથે નાના સ્ટોન્સનું આટલી ઓછી કિંમતે ઉત્પાદન કરવું વધારે મુશ્કેલ છે. ભારતની પોલિશિંગ ફેકટરીઓને તેમના ઓપરેશને સુવ્યવસ્થિત કરવા માટે મજબૂર કરાશે અને ખાણ કંપનીઓ પણ તેમનું ઉત્પાદન દ્યટાડી શકે છે.

સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રેસિડેન્ટ, બાબુ ગુજરાતીએ કહ્યું, નાના ડાયમંડની ઓછી માંગ, બેંક ક્રેડિટ ન મળવાથી અને રૂપિયાના અવમૂલ્યાંકનને કારણે ઈન્ડસ્ટ્રી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. મોટાભાગના હીરા એકમો અમેરિકા માટે નાના ડાયમંડનું ઉત્પાદન કરે છે. પરંતુ તેની માગ હવે દ્યટી ગઈ છે. જોકે હીરા એકમો આ મંદી સામે લડી શકે તેમ નથી. GJEPCના પ્રાદેશિક ચેરમેન દિનેશ નવડિયાએ કહ્યું કે, હીરા અને જવેલરી સેકટરના ટોટલ ૮ ટકા બેંક NPA ૭ ટકા જેટલા નીરવ મોદી અને મેહુલ ચોકસી જેવા ડિફોલ્ટરોના છે. એપ્રિલ-જૂન ૨૦૧૮થી પહેલા કવાર્ટરમાં આ ઈન્ડસ્ટ્રીમાં બેંક ક્રેડિટ ૧૫ ટકા દ્યટી ગયું. બેંકો નાના અને મધ્યમ ઉદ્યોગોને લોન નથી આપી રહી.

(3:45 pm IST)
  • દેશના પાંચ રાજ્યોની ધારાસભાની ચૂંટણીઓના એક્ઝિટ પોલ શરૂ : ટાઈમ્સ નાવ તથા CNX એક્ઝિટ પોલ મુજબ તેલંગાણામાં TRS સત્તા જાળવી રાખશે : MP માં ભગવો લહેરાશે : રાજસ્થાનમાં કોંગ્રેસનું શાસન આવશે :છત્તીસગઢમાં બી.જે.પી.નું શાસન જળવાઈ રહેવાની શક્યતા access_time 6:16 pm IST

  • સુરતની ઓલપાડ મામલતદાર કચેરીમાં ઘટના: સુરત કલેકટરનો વેચાણ પરવાનગી આપતો ખોટો હુકમ બનાવી ખોટો રાઉન્ડ વારો સિક્કો મારી જમીન પચાવી પાડવાનું કાવતરું બહાર આવ્યું :ઓલપાડના સોંસક ગામે આદિવાસીની ૭૩-એએ ની જમીન પચાવી પાડવા રચાયું કાવતરું: ઓલપાડ મામલતદારએ ઓલપાડ પોલીસ સ્ટેશન નોંધાવી ફરિયાદ: કીર્તિભાઈ પટેલ, દલશુખ નારોલા- કતારગામ - સુરત, ભરત ભાઈ નામના ત્રણ ઈસમો સામે નોંધાવી ફરિયાદ: સમગ્ર મામલે ઓલપાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી. access_time 9:29 pm IST

  • ૬ રાજયોના પેપર લીક થયાનું ખુલ્યુ : વધુ ૩થી ૪ શંકાસ્પદની અટકાયત : એટીએસની તપાસ : યશપાલ સહિત ૩ આરોપીઓને કોર્ટમાં લઈ જવાયા : પોલીસ ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરશે : મોબાઈલ કોલ ડિટેઈલની પણ તપાસ કરાશે access_time 3:27 pm IST