Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

મોટા બજેટની ગુજરાતી કોમેડી ફિલ્મ 'મિડનાઇટ વિથ મેનકા' આવતીકાલથી ગુજરાતના પ૦૦ સિનેમાઘરોમાં રજુ

અમદાવાદ, તા.૭: ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસના પ્રોડ્યૂસર રશ્મિન મજીઠીયા સાથે મિડનાઇટ વીથ મેનકાના ગુજરાતી કલાકારોએ અમદાવાદની મુલાકાત લીધી હતી. 'હમીર' અને 'બેસ્ટ ઓફ લક લાલુ' જેવી સફળ ફિલ્મો પછી છેલ્લા દશકાથી ગુજરાતી ફિલ્મોમાં વધેલી લોકપ્રિયતામાં દરેક વખતે ફિલ્મમાં કંઈક નવું આપવાના પ્રયત્નોથી એક નવો વળાંક લાવવામાં આવ્યો છે.આ વખતે કોકોનટ મોશન પિકચર્સે  એક નવા વિષયને લઈને જેને વાસ્તવિક સ્ટારની નકલી બાયોપિક તરીકે ઓળખવામાં આવે છે તેવી 'મીડનાઈટ વીથ મેનકા'  ગુજરાતી કોમેડી ફિલ્મ રોજ એક સાથે અમદાવાદ સહીત ગુજરાતના સિનેમાઘરોમાં રજુ થવા જઈરહી છે.

 

અમદાવાદ ખાતે ફિલ્મ પ્રોડ્યૂસર રશ્મિન મજીઠીયા તેમજ તેમની ટીમના ગુજરાતી ફિલ્મોના પ્રતિભાશાળી કલાકારો જેમ કે મલ્હાર ઠાકર તેમજ ઈશા કંસારા સાથે હાર્દિક સંઘાણી અને વિનિતા મહેશ  (જોશી) એક સાથે ફિલ્મના પ્રમોશનના ભાગ રૂપે મીડિયા સાથે જોડાયા હતા. ઙ્ગજયારે તેઓ ફિલ્મમાં અભિનય કરતા જોવા મળશે ત્યારે ચોક્કસપણે યુવાન પેઢીને પ્રભાવિત કરશે. સાથે સાથે સુપરસ્ટારના જીવનની અંદર હાસ્યજનક અને રોમાંચક અપ્સ અને ડાઉન્સથી ભરેલા જીવનમાં એક ઉત્સાહિત મુસાફરી દર્શકોને કરાવશે. વિનય શાહ દ્વારા દિગ્દર્શિત અને મ્યુઝિક ડાયરેકટર અમ્બ્રેશ શ્રોફ દ્વારા કમ્પોઝ કરાયેલ અય એમ ધ સુપરસ્ટાર જેવા સંગીતમય ગીતો શ્રોતાઓને તેમજ પ્રક્ષકોને પસંદ પડશે.

કોકોનટ મોશન પિકચર્સના બેનર હેઠળ રશ્મિન મજીઠીયા દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવેલ આ ફિલ્મનું શૂટિંગ હંમેશા હાસ્ય, રમૂજ, આનંદ તેમજ મજા સાથે ૯ મહિનાના અથાગ પ્રયત્નો થકી બોલીવુડના ટેકિનશિયનોની જહેમતથી મોટા બજેટની તૈયાર થયેલી આ ફિલ્મ 'મીડનાઈટ વીથ મેનકા' પહેલા જ દિવસે ગુજરાતભરના લગભગ ૫૦૦ જેટલા સિનેમાઘરોમાં રજૂ કરવામાં આવશે જીવનમાં આવતા પરિવર્તનનું આંકલન બેખૂબી પૂર્વક આ ફિલ્મ દ્વારા દર્શાવવામાં આવ્યું છે તેથીજ આ ફિલ્મ સંપૂર્ણ ફેમેલી ફિલ્મ તથા મનોરંજન આપનાર બની રહેશે.(૨૩.૧૧)

(3:44 pm IST)
  • પંચમહાલ જિલ્લાનાગોધરાના ગદુકપૂર ગામમાં આવેલી બેન્ક ઓફ બરોડાની શાખામાં 3 જેટલા ઈસમોએ કર્યો ચોરીનો પ્રયાસ કર્યો હતો બેંકનો મુખ્ય દરવાજો તોડી બેંકમાં પ્રવેસી બેંકનું સેફ વોલ્ટ તોડવા જતા ઈમરજન્સી સાયરન વાગતા 3 ઈસમો ફરાર સાયરન વાગતા બેંકમાં રાખેલી રોકડ રકમની ચોરી અટકી છેબનાવને પગલે ગોધરા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે access_time 3:56 pm IST

  • દિલ્હી : ભાગેડુ વિજય માલ્યાને સુપ્રીમનો ઝટકો:સુપ્રીમે વિજય માલ્યાની અરજી ફગાવી: માલ્યાએ તેને ભાગેડુ જાહેર કરવાની કામગીરી પર સ્ટે મુકવાની માંગ કરી હતી :ઇડીએ માલ્યા સામે શરૂ કરી છે ભાગેડુ જાહેર કરવાની કાર્યવાહી access_time 3:18 pm IST

  • ૬ રાજયોના પેપર લીક થયાનું ખુલ્યુ : વધુ ૩થી ૪ શંકાસ્પદની અટકાયત : એટીએસની તપાસ : યશપાલ સહિત ૩ આરોપીઓને કોર્ટમાં લઈ જવાયા : પોલીસ ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરશે : મોબાઈલ કોલ ડિટેઈલની પણ તપાસ કરાશે access_time 3:27 pm IST