Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

RASCI સાથે ભાગીદારી કરનારી દેશની પ્રથમ ડાયરેકટ સેલીંગ કંપની બનતી એમવે : દેશભરમાં કાર્યશાળા થકી ૫૧ હજારથી વધુ ડાયરેકટ સેલર્સને લાભ થશે

અમદાવાદ : રાજકોટ, ૨૮જ્રાક નવેમ્બર, ૨૦૧૮- દેશની સૌથી વિશાળ એફએમસીજી ડાયરેકટ સેલિંગ કંપની એમવે ઈન્ડિયાએ રિટેઈલર્સ એસોસિયેશન્સ સ્કિલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (આરએએસસીઆઈ) સાથે સહયોગમાં તેના ડાયરેકટ સેલર્સ માટે તાલીમ સત્રોની શ્રેણી હાથ ધરીને ભારત સરકારના કુશળ ભારત ધ્યેયમાં યોગદાન આપવા પર ભાર આપ્યો છે. કંપનીએ પોતાના ડાયરેકટ સેલર્સને નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનએસડીસી) તરફથી નેશનલ સ્કિલ કવોલિફિકેશન ફ્રેમવર્ક (એનએસકયુએફ) પર આધારિત સર્ટિફિકેશન ઈન્ડિવિજયુઅલ સેલ્સ પ્રોફેશનલ તરીકે પ્રમાણિત કરવા માટે પોતાના ડાયરેકટ સેલર્સ માટે આરએએસસીઆઈ સાથે જોડાણ કરીને રાજકોટમાં ત્રણ કલાકની સદ્યન તાલીમ કાર્યશાળાનું આયોજન કર્યું હતું. આજ સુધી એમવેએ ભારતભરમાં તાલીમ કાર્યક્રમો હાથ ધરીને ઈન્ડિવિજયુઅલ સેલ્સ પ્રોફેશનલ તરીકે તેના ૮૬૦૦ ડાયરેકટ સેલર્સને પ્રમાણિત કર્યા છે. એમવે હવે ૨૦૨૦ સુધી તાલીમ અને કુશળતા પહેલો મોટે પાયે હાથ ધરીને અને ૫૧,૦૦૦ ડાયરેકટ સેલર્સને પ્રમાણિત કરવા માગે છે.

એમવે ઈન્ડિયાના સેલ્સના હેડ અચિંતા બેનરજીએ જણાવ્યું હતું કે ડાયરેકટ સેલિંગ ઉદ્યોગ ડાયરેકટ સેલર્સની કોમ્યુનિકેશન અને સેલ્સ કુશળતાઓનો લાભ લેતી નોન- રિટેઈલ ફોર્મેટને અનુસરે છે. ઉદ્યોગ અદભુત ગતિએ વૃદ્ઘિ પામી રહ્યો છે ત્યારે લાખ્ખો ભારતીયો વેપાર સાહસિક બનવા માટે આ તકનો લાભ લઈ રહ્યા છે ત્યારે દેખીતી રીતે જ વેચાણ પ્રાપ્તિઓ મહત્ત્।મ બનાવવા માટે કુશળતા તાલીમ મહત્ત્વપૂર્ણ બની જાય છે. ગુજરાત એમવે ઈન્ડિયા માટે ટોચની ૧૦ બજારમાંથી એક છે, જે ઉત્ત્।મ દરે વૃદ્ઘિ પામી રહી છે અને તેથી અમારે માટે અમારી પ્રોડકટો વેચવા માટે અમારા ડાયરેકટ સેલર્સની કુશળતા વધારવાનું મહત્ત્વપૂર્ણ છે.

એમવે ઈન્ડિયાના કોર્પોરેટ અફેર્સના વાઈસ પ્રેસિડેન્ટ રજત બેનરજીએ જણાવ્યું હતું કે કુશળતા થકી માઈક્રો એન્ટરપ્રેન્યોરશિપ અને સેલ્ફ- એમ્પ્લોયમેન્ટ ભારત સરકારની મુખ્ય અગ્રતાઓ છે. અમે પણ સરકારના એજન્ડાને વધુ આગળ લઈ જવા માટે અમારા ડાયરેકટ સેલરોની સક્ષમતાઓ નિર્માણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને અમારી તાલીમ વ્યૂહરચના સાથે સુમેળ સાધ્યો છે.

(3:42 pm IST)
  • રાજકોટ : અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આજે પ્રમુખ સ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતિ મહોત્સવ : ૪૦૦ જેટલા ગરીબ દર્દીઓના નિઃશુલ્ક ઓપરેશન માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરાઈ access_time 3:20 pm IST

  • દેશના પાંચ રાજ્યોની ધારાસભાની ચૂંટણીઓના એક્ઝિટ પોલ શરૂ : ટાઈમ્સ નાવ તથા CNX એક્ઝિટ પોલ મુજબ તેલંગાણામાં TRS સત્તા જાળવી રાખશે : MP માં ભગવો લહેરાશે : રાજસ્થાનમાં કોંગ્રેસનું શાસન આવશે :છત્તીસગઢમાં બી.જે.પી.નું શાસન જળવાઈ રહેવાની શક્યતા access_time 6:16 pm IST

  • વડોદરા :વાઘોડીયામાં દારૂની મહેફિલ માણતા નબીરાઓ ઝડપાયા :જગદીશ શાહના ફાર્મ હાઉસમાં હતી મહેફિલ :વાઘોડીયા પોલીસે મહેફિલમાં ભંગ પાડ્યો :લગ્નપ્રસંગ પૂર્વે યોજાઈ હતી દારૂની મહેફિલ :ભારતીય બનાવટની દારૂ, 4 કાર સહિત 18 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત : પોલીસે 14 નબીરાઓની કરી ધરપકડ access_time 3:24 pm IST