Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

દાનહના સાતમાળિયા નજીક યુગલને બ્લેકમેઇલ કરી લૂંટ :મહિલા સાથે ગેંગરેપનો પ્રયત્ન : ત્રણ શખ્શોનું કૃત્ય

દાનહના સાતમાળિયા નજીક એકાંતમાં ગયેલા યુગલને બ્લેકમેઇલ કરી લૂંટી અને મહિલા સાથે ગેંગરેપનો પ્રયત્ન કરાયાની ઘટના સામે આવી છે

  જાણવા મળ્યા મુજબ  ખાનવેલથી એક યુવાન પોતાની ઓળખીતી સ્ત્રી સાથે આવ્યો હતો સાીતમાળિયા પાસે મહિલાને કુદરતી હાજત માટે જવાનું થતા બાઇક વચ્ચે ઉભી રાખી મહિલા રોડ અંદર ઝાડ ઝાંખરામાં ગઇ હતી.સાવચેતી રૂપ મહિલાએ યુવકને પોતાની નજીક રહેવા જણાવ્યું. આ દરમિયાન કેટલાક લુખ્ખા તત્વો ત્યાં આવ્યા અને યુવક સાથે દુરવ્યવહાર કરવા લાગ્યા જોકે એકદમથી ધસી આવેલા આ તત્વોમાંથી એક યુવકે મહિલા સાથે શારીરીક અડપલા પણ કર્યા હતા.

  બીજા તેની સાથેના ટપોરીઓએ યુવક પાસે પૈસાની માંગણી કરી હતી. જેમાં યુવકે તેમને 1 હજાર આપ્યા હતા. આટલુ કર્યા બાદ પણ આ ટપોરીઓ મહિલા સાથે શારીરીક સંબંધ બાંધવા બળજબરી કરવા લાગ્યા. જોકે રૂપિયા માટે ચાલી રહેલ દલીલો વચ્ચે મહિલા ભાગીને રોડ પર આવી ગઇ હતી. જેના કારણે તે શિકાર બનતા રહી ગઇ હતી.

   આ અંગેનો કથિત વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે જોકે હજુ સુધી અંગે કોઈ પોલીસ ફરિયાદ કરાઈ નથી

(2:22 pm IST)
  • સુરતની ઓલપાડ મામલતદાર કચેરીમાં ઘટના: સુરત કલેકટરનો વેચાણ પરવાનગી આપતો ખોટો હુકમ બનાવી ખોટો રાઉન્ડ વારો સિક્કો મારી જમીન પચાવી પાડવાનું કાવતરું બહાર આવ્યું :ઓલપાડના સોંસક ગામે આદિવાસીની ૭૩-એએ ની જમીન પચાવી પાડવા રચાયું કાવતરું: ઓલપાડ મામલતદારએ ઓલપાડ પોલીસ સ્ટેશન નોંધાવી ફરિયાદ: કીર્તિભાઈ પટેલ, દલશુખ નારોલા- કતારગામ - સુરત, ભરત ભાઈ નામના ત્રણ ઈસમો સામે નોંધાવી ફરિયાદ: સમગ્ર મામલે ઓલપાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી. access_time 9:29 pm IST

  • ગીરસોમનાથ :તાલાલાના બોરવાવ ગામે પીતાની નજર સામે 8 વર્ષના પૂત્ર પર દિપડાએ કર્યો હુમલો:પિતાએ દીપડાનો પીછો કરતા ઇજાગ્રસ્ત પૂત્રને છોડી દીપડો નાસી છુટ્યો :વનવીભાગે બે પીંજરા મૂકતા હુમલાખોર દીપડો ઝડપાયો access_time 3:30 pm IST

  • દેશના પાંચ રાજ્યોની ધારાસભાની ચૂંટણીઓના એક્ઝિટ પોલ શરૂ : ટાઈમ્સ નાવ તથા CNX એક્ઝિટ પોલ મુજબ તેલંગાણામાં TRS સત્તા જાળવી રાખશે : MP માં ભગવો લહેરાશે : રાજસ્થાનમાં કોંગ્રેસનું શાસન આવશે :છત્તીસગઢમાં બી.જે.પી.નું શાસન જળવાઈ રહેવાની શક્યતા access_time 6:16 pm IST