News of Friday, 7th December 2018
અમદાવાદ: શહેરના ગોમતીપુર વિસ્તારમાં મોડી રાતે જૂની અદાવતને કારણે બે યુવકોએ એક યુવક પર એક રાઉન્ડ ફાયરીંગ કરીને મોતને ઘાટ ઉતારવાની કોશિશ કરતાં ચકચાર મચી છે.
મોડી રાતે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત ગોમતીપુર પોલીસના કાફલાએ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરુ કરી હતી જ્યારે ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે વી.એસ.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે બે આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર બે રાઉન્ડ ફાયરીંગ થયું છે જ્યારે પોલીસ એક રાઉન્ડ ફાયરીંગ થયંુ હોય તેવું કહી રહી છે.
ગોમતીપુર વિસ્તારમાં આવેલ નૂરભાઇ ધોબીની ચાલીમાં રહેતા મહંમદ સબીર ઉર્ફે રીઝવાન અંસારીએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં બે શખ્સ વિરુદ્ધમાં ફરિયાદ કરી છે.ગત રાત્રી ૧ર.૩૦ની આસપાસ નૂરભાઈ ધોબીની ચાલી પાસે ર અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગની કરવામાં આવ્યુ હતું, જેમાં એક યુવકના કાનના ભાગે ગોળી વાગતાં વીએસ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડાયો છે.
નૂરભાઇ ધોબીની ચાલીમાં રહેતો ૩પ વર્ષીય મહંમદ મહેફુઝ ફતેહમહંમદ મનસૂરી તેના મિત્ર સાથે ચાની લારી પર ચા પી રહ્યા હતા તે સમયે નૂરભાઇની ચાલીમાં રહેતો સમીર ઉર્ફે સબ્બીર અલી શેખ અને ગોમતીપુરમાં રહેતો ભૂલનવાઝ સાિજદ અખ્તર બાઇક પર આવ્યા હતા અને મહેફુઝ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.