Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

એમ વે એટિટયુડ હર્બલ્સ બ્રાન્ડ વેચાણ બેગણુ કરાશે

એટિટ્યુડ બી બ્રાઈટ હર્બલ્સ રેન્જમાં લોન્ચ : દેશભરમાં ફૂલતીફાલતી રૂપિયા ૨૦૦૦ કરોડની હર્બલ સ્કિનકેર ઇન્ડસ્ટ્રીઝમાં એમવે હવે ડંકો વગાડવા સુસજ્જ

અમદાવાદ,તા. ૬: દેશની સૌથી વિશાળ એફએમસીજી ડાયરેક્ટ સેલિંગ કંપની એમવે ઈન્ડિયાએ આજે એટિટ્યુડ બી બ્રાઈટ હર્બલ્સ રેન્જના લોન્ચ સાથે હર્બલ સ્કિનકેર બજારમાં પ્રવેશની જાહેરાત કરી છે. એટિટ્યુડની નવી સ્કિનકેર રેન્જ નિસર્ગનું શ્રેષ્ઠતમ અને વિજ્ઞાનનું શ્રેષ્ઠતમના કંપનીના વારસાના આધાર પર આધુનિક સંશોધન સાથે એકત્રિત બોટેનિલ્સની સારપને એકત્ર લાવે છે. નવી રેન્જ સાથે એમવે ભારતમાં રૂ. ૨૦૦૦ કરોડના હર્બલ સ્કિનકેર સેગમેન્ટની ઉચ્ચ સંભાવનાઓનો લાભ લેવાનું લક્ષ્ય ધરાવે છે. એટિટ્યુડ બી બ્રાઈટ હર્બલ્સ રેન્જના લોન્ચની જાહેરાત કરતાં એમવે ઈન્ડિયાના સીઈઓ શ્રી અંશુ બુધરાજાએ જણાવ્યું હતું કે, એમવેમાં ઈચ્છુક ભારતીય ગ્રાહકોની જરૂરતોને પહોંચી વળતી પ્રોડક્ટો ઓફર કરવા પર અમારું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભારતીય હર્બલ સેગમેન્ટ ઉચ્ચ સંભાવના આપે છે અને અમે અમારી મોજૂદ શ્રેણીઓમાં નાવીન્યપૂર્ણ અને અજોડ ગુણવત્તાયુક્ત પ્રોડકટો વિકસાવીને અને રજૂ કરીને તે સંભાવનાઓનો લાભ લેવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. એટિટ્યુડ બી બ્રાઈટ હર્બલ્સ રેન્જનું આ લોન્ચ બ્યુટી સેગમેન્ટમાં અમારું નવું ઈનોવેશન છે, જે સ્કિન બ્રાઈટન કરવા તેની નવી ફોર્મ્યુલા સાથે અને પ્રદૂષણથી રક્ષણ આપીને બજારમાં ક્રાંતિ લાવવા સુસજ્જ છે. એટિટ્યુડ હર્બલ્સ રેન્જ અને ન્યૂટ્રીલાઈટ પારંપરિક હર્બલ રેન્જ ગયા વર્ષે અગાઉ રજૂ કર્યા પછી ભારત પ્રત્યે અમારી કટિબદ્ધતાને અમે વધુ મજબૂત બનાવી છે અને અમે ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાની પ્રોડક્ટો આપવા પર ભાર આપીશું. એમવેની આ સ્કિનકેર રેન્જમાં ત્રણ પ્રોડક્ટો ડે ક્રીમ, નાઈટ ક્રીમ અને ફેસ વોશનો સમાવેશ થાય છે, એટિટ્યુડ બી બ્રાઈટ હર્બલ્સ રેન્જના કેન્દ્રમાં હર્બલ સંમિશ્રણ સાથે દરેક પ્રોડક્ટ હીરા સામગ્રીઓથી સમૃદ્ધ છે, જેમ કે, ભારતીય કિનો, મેન્ગોસ્ટીન બટર અને પપૈયા એન્ઝાઈમ સાથે બાયોસેકેરાઈડ ગમ, જે પ્રદૂષણની હાનિકારક અસરોને દૂર રાખે છે અને સ્કિન બ્રાઈટનિંગ માટે લુમીસ્કિન કોમ્પ્લેક્સથી સમૃદ્ધ છે. દરમ્યાન એમવે ઈન્ડિયા વેસ્ટના વાઈસ પ્રેસિડેન્ટ વિજય ગોલાની અને કેટેગરી હેડ, બ્યુટી એન્ડ પર્સનલ કેર અનીશા શર્માએ જણાવ્યું હતું કે, એટિટ્યુડ બી બ્રાઈટ હર્બલ્સ રેન્જ બ્રાન્ડ વચન આપે છે તે અંતર્ગત લુમિનોસિટીના પરિમાણને જીવંત કરે છે. અમારી પ્રવેશ સ્તરીય પ્રીમિયમ બ્યુટી અને સ્કિન કેર રેન્જ એટિટ્યુડમાં હર્બલ સ્કિન કેર સોલ્યુશન્સના નવા ઉમેરા સાથે અમે સપનાં અને આકાંક્ષાઓની સતત પાછળ ભાગતા યુવાનો પર ધ્યાન કેન્દ્રિત કરીને બજારમાં પરિવર્તન લાવવા માટે સુસજ્જ છીએ. આજના લાંબા કામના કલાકો સાથે તેજ ગતિનું જીવન, લાંબો પ્રવાસ અને તાણયુક્ત જીવનશૈલીમાં સુવિધા યોગ્ય સ્કિનકેર શાસન માટે મહત્ત્વપૂર્ણ બની જાય છે. એટિટ્યુડ બી બ્રાઈટ હર્બલ્સ રેન્જ તેમનાં સપનાં અને આકાંક્ષાને પાંખો આપે છે જે સાથે અમે બધા માટે અસમાંતર સ્કિનકેર નિવારણો પૂરાં પાડવા માટે સુસજ્જ છીએ. એટિટ્યુડ બી બ્રાઈટ હર્બલ્સ રેન્જ એલએએમ (લૂક એટ મી) અપીલ માટે સુખદ સંવેદનાઓ સાથે પ્રદૂષણ સામે રક્ષણ માટે નવા પ્રવાહની હર્બલ સામગ્રીઓની સારપને જોડે છે. ડે ક્રીમની હીરો સામગ્રીઓ ભારતીય કિનો છે, જે એન્ટીઓક્સિડન્ટનું કામ કરે છે અને ત્વચાને ડિટોક્સિફાઈ કરે છે. નાઈટ ક્રીમમાં મેન્ગોસ્ટીન બટર છે, જે નમી અને એમોલિયન્સ પ્રદાન કરે છે, જ્યારે ફેસ વોશમાં પપૈયાના બીજનું પપૈયા એન્ઝાઈમ નૈસર્ગિક એક્સફોલિયેશન ગુણો ધરાવે છે, જે ત્વચાને સ્વચ્છ, મુલાયમ અને તેજસ્વી રાખે છે. આ સાથે એટિટ્યુડ બી બ્રાઈટ હર્બલ્સ રેન્જમાં હર્બલના સંમિશ્રણમાં અસરકારક નમી માટે એલો વેરા, ત્વચાના કંડિશનિંગ માટે ભારતીય પેનીવર્ટ, શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ સીબકથોર્નસ અને ચંદન ડિટોક્સિફાઈ કરવામાં અને કાળા ડાઘ દૂર કરવામાં મદદ કરે છે.

(10:27 pm IST)
  • રોબર્ટ વાડ્રા વિરુદ્ધ બદલાની ભાવનાથી કામ કરી રહી છે મોદી સરકાર :વાડ્રા વિરુદ્ધ ઇડીની કાર્યવાહીથી કોંગ્રેસ ગિન્નાઈ :વિધાનસભાની ચૂંટણીમાં હાર ભાળી જવાથી હતાશ થઈને ઇડીના દરોડા પાડયા :કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે બદલો લેવા જુના હથિયારોનો સહારો લઈને લોકોનું ધ્યાન ભટકવા પ્રયાસ કર્યો :આ પ્રકારની કાયરતા અને ધમકીભરી કાર્યવાહીથી કોંગ્રેસ અને તેના લોકો ઝુકવાના નથી access_time 1:01 am IST

  • અમરેલી જિલ્લાના બગસરાના સુડાવડ ગામની સીમમાંથી બાળકને ઉઠાવી જનાર દીપડાએ બળદનો શિકાર કર્યો છેચાર દિવસ વીત્યા બાદ હજુ બાળકના અવશેષો પણ વનવિભાગને હાથ લાગ્યા નથી......વનવિભાગે દીપડાને પકડવા પાંજરું મૂક્યું હોવા છતાં દીપડો વનવિભાગને આપી રહ્યો છે ખો.....બાળક બાદ બળદનો શિકાર થતા ફરી વનવિભાગે સક્રિય થયું છે જ્યારેદીપડાના ખોંફથી ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો છે access_time 3:57 pm IST

  • દિલ્હી : ભાગેડુ વિજય માલ્યાને સુપ્રીમનો ઝટકો:સુપ્રીમે વિજય માલ્યાની અરજી ફગાવી: માલ્યાએ તેને ભાગેડુ જાહેર કરવાની કામગીરી પર સ્ટે મુકવાની માંગ કરી હતી :ઇડીએ માલ્યા સામે શરૂ કરી છે ભાગેડુ જાહેર કરવાની કાર્યવાહી access_time 3:18 pm IST