Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

ગુજરાત : ઠંડીમાં એકાએક વધુ વધારો, પારો ૧૧ થયો

નલિયામાં પારો ગગડીને ૧૧ ડિગ્રી સુધી નીચે : કંડલા એરપોર્ટ ખાતે તાપમાન ૧૨.૨ અને અમદાવાદમાં ૧૪.૩ ડિગ્રી તાપમાન : તાપમાનમાં તીવ્ર ઘટાડો નોંધાયો

અમદાવાદ, તા.૬ : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આજે ગુરુવારના દિવસે એકાએક ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં જોરદાર ઘટાડો થયો હતો. હવામાન વિભાગના કહેવા મુજબ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં જ્યાં સૌથી ઓછુ તાપમાન નોંધાયું છે તે નલિયામાં પારો વધુ ગગડીને ૧૧ સુધી પહોંચી ગયો હતો. બીજી બાજુ રાજ્યના અન્ય કેટલાક ભાગોમાં પારો ૧૨ અને ૧૩ ડિગ્રી વચ્ચે રહ્યો હતો. એકબાજુ કંડલા એરપોર્ટ ખાતે લઘુત્તમ તાપમાન ૧૨.૨ ડિગ્રી રહ્યું હતું જ્યારે ડિસામાં ૧૩.૨ અને ગાંધીનગરમાં ૧૩.૨ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. એકાએક ઠંડીનો પારો વધી ગયો છે. અમદાવાદમાં પણ ગઇકાલની સરખામણીમાં લઘુત્તમ તાપમાન ઘટીને ૧૪.૩ ડિગ્રી થયું હતું. વહેલી સવારમાં અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. બપોરના ગાળામાં હજુ પણ લોકોને ઓછા પ્રમાણમાં ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આમ હવે ધીરેધીરે ઠંડી પોતાની અસર દેખાડતી જઇ રહી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો વધુ  નીચે સરકે તેવી આગાહી પણ વ્યકત કરાઇ છે ત્યારે શિયાળાની ઠંડીપ્રેમી નાગરિકો ખુશીની લાગણી વ્યકત કરી રહ્યા છે.  મોટાભાગના લોકો મોડી રાત્રે ગરમ વસ્ત્રોમાં પણ નજરે પડવા લાગી ગયા છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ લોકો ગરમ વસ્ત્રોમાં નજરે પડે છે. ફુલગુલાબી ઠંડીમાં વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે.  ફિટનેસ મેળવવા માટે જીમમાં જતા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. હાલમાં મિશ્ર સિઝન હોવાના લીધે નાના બાળકો અને મોટી વયના લોકોને સાવધાન રહેવાનો પણ ગાળો છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. લઘુતમ અને મહત્તમ તાપમાનમાં હાલ ફેરફાર  નહીં થાય તેમ માનવામાં આવે છે. આજે સવારે પણ ઠંડી નોંધાઇ હતી. જો કે બપોરના ગાળામાં સુર્યપ્રકાશ રહેતા લોકો મિશ્ર સિઝનનો અનુભવ કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હવે ઠંડીનો અનુભવ થવા લાગી ગયો છે. વિશેષ કરીને સવારમાં વધુ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે નહીં. જો કે, નલિયામાં ગઇકાલની સરખામણીમાં આજે તાપમાનમાં ઉલ્લેખનીયરીતે ઘટ્યો હતો. હજુ નલિયામાં પારો ગગડે તેવા સંકેત છે.

ક્યાં કેટલું તાપમાન.....

અમદાવાદ, તા. ૬ :અમદાવાદ શહેરની સાથે સાથે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં તાપમાનમાં ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન લગભગ યથાવત રહ્યું છે. ચિત્ર નીચે મુજબ છે.

સ્થળ.......................................... લઘુત્તમ તાપમાન

અમદાવાદ................................................... ૧૪.૩

ડિસા............................................................ ૧૩.૨

ગાંધીનગર................................................... ૧૩.૨

વડોદરા.......................................................... ૧૫

સુરત.............................................................. ૧૮

વલસાડ....................................................... ૧૫.૧

અમરેલી.......................................................... ૧૫

પોરબંદર........................................................ ૧૪

રાજકોટ....................................................... ૧૫.૨

સુરેન્દ્રનગર.................................................. ૧૬.૭

મહુવા.......................................................... ૧૫.૧

ભુજ................................................................ ૧૭

નલિયા............................................................ ૧૧

કંડલા એરપોર્ટ............................................. ૧૨.૨

(8:39 pm IST)
  • અમરેલી જિલ્લાના બગસરાના સુડાવડ ગામની સીમમાંથી બાળકને ઉઠાવી જનાર દીપડાએ બળદનો શિકાર કર્યો છેચાર દિવસ વીત્યા બાદ હજુ બાળકના અવશેષો પણ વનવિભાગને હાથ લાગ્યા નથી......વનવિભાગે દીપડાને પકડવા પાંજરું મૂક્યું હોવા છતાં દીપડો વનવિભાગને આપી રહ્યો છે ખો.....બાળક બાદ બળદનો શિકાર થતા ફરી વનવિભાગે સક્રિય થયું છે જ્યારેદીપડાના ખોંફથી ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો છે access_time 3:57 pm IST

  • સ્મૃતિ ઇરાનીનો મજાકિયો અંદાજ : ભગવાન મને ઉઠાવી લે : મને નહી મારા વજનને : સ્મૃતિ ઇરાનીની ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તસ્વીર શેયરઃ તસ્વીરમાં પતિ જુબીન ઇરાની પણ સામેલ : પતિ જુબિન ઇરાનીએ મજાકમાં કહ્યુ આને પણ ઉઠાવી લ્યો : પતિ જુબીન ઇરાની પોસ્ટ પર કોમેન્ટ કરી : તે કયારેય ઇચ્છતા નથી એને ઉઠાવી લે : જીંદગીના ચઢાવ ઉતાર છેઃ કોઇ મને પૂછે, એમણે આગળ લખ્યુ મારા બાળકોની મા તમે બેહતરીન છોઃ સ્મૃતિ ઇરાનીએ આભાર માન્યો access_time 12:02 am IST

  • છોટાઉદેપુર ખાતે આવેલી લાંચ રૂશ્વત કચેરી માં ઘરફોડ ચોરી થઈ છેતસ્કરો દરવાજા ના ન્કુચા તોડી ઑફિસ માં પ્રવેશી તીજોરી માંથી 55, 000 રોકડા પાવડર વાળી નોટો લઇ ગયા છેતેમજ ગુનાના કામે વપરાયેલ કવર જેમા લાંચ રૂશ્વત માં પકડાયેલા આરોપી ઓ ના જવાબના કવરો પણ ફાડી ને લઇ ગયા છે access_time 3:56 pm IST