Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

ડીસાના રોબસ મોટી ગામની પેટાશાળાના આચાર્યે એકાંતમાં શિક્ષિકાને બીભત્સ ચેનચાળા કર્યા:ધરપકડ

આચાર્ય ઈશ્વર ચૌધરી સામે ફરિયાદ:આક્ષેપ ખોટા હોવાનું રટણ

બનાસકાંઠાના ડીસા તાલુકાના રોબસ મોટી ગામની પટેલવાસની પેટાશાળામાં ફરજ બજાવતી શિક્ષિકાએ આચાર્ય સામે જાતીય સતામણીની ફરિયાદ કરી છે. આચાર્ય ઈશ્વર ચૌધરી સામે ફરિયાદ નોંધાતા તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી.

 પ્રાથમિક શાળામાં માત્ર 3 શિક્ષકો છે. જ્યારે એકાંતમાં આચાર્ય મહિલા શિક્ષિકાને બિભત્સ ચેનચાળા અને પજવણી કરતો હોવાનો આરોપ મુક્યો હતો. અને પોલીસ મથકે આચાર્ય સામે ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે આચાર્ય ઈશ્વર ચૌધરી પોતાના પર આક્ષેપોને ખોટા ગણાવી રહ્યો છે.

(8:13 pm IST)