Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

પાટણના ધારાસભ્ય કિરીટ પટેલને હાઇકોર્ટે મોટી રાહત આપી:ધરપકડ સામે રોક લગાવી

-કુલપતિએ કરેલી ફરિયાદ બાદ બદઇરાદાપૂર્વક કાર્યવાહી થવાની હતી ભીતિ

પાટણના ધારાસભ્ય કિરીટ પટેલને ગુજરાત હાઈકોર્ટે મોટી રાહત આપી છે. કિરીટ પટેલની ધરપકડ સામે હાઇકોર્ટે રોક લગાવી છે અને કિરીટ પટેલ સામે કોઈ સખત કાર્યવાહી નહીં કરવાનો કોર્ટે હુકમ પણ કર્યો છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના કુલપતિએ તાજેતરમાં જ કિરીટ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. જેને કારણે પોતાની સામે ઈરાદાપૂર્વક આ પ્રકારની કાર્યવાહી થશે તેવી ભીતિ સાથે કિરીટ પટેલે હાઇકોર્ટમાં ધરપકડ પર રોક લગાવવા અરજી કરી હતી.

(7:40 pm IST)