Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

અંકલેશ્વરના દીવા ગામે દીપડો દેખાતા : દહેશત :વનવિભાગ દ્વારા મુકયા પાંજરા

પગલાના નિશાન દેખાવાની વાતથી દીપડો હોવાનું વનવિભાગનું કથન

અંકલેશ્વર તાલુકાના દીવા ગામે છેલ્લા બે દિવસથી વહેલી સવારે ખેતરમાં પાણી વાળવા જતા ખેડૂતો જયારે ઘરે બપોરી વેળાએ ઘરે પરત ફરતા હતા દરમિયાન દીવાગામના મુખ્ય માર્ગ ઉપરથી રસ્તો ઓળંગતા દીપડાને જોયાની જાણ ગામના આગેવાનોને કરતા આગેવાનોએ વનવિભગને જાણ કરી હતી. દીવાગામમાં દિપડાના પગલાના નિશાન દેખાવાની વાતને પૃર્તતા કરતા વનવિભાગકર્મીએ પગનાં નિશાન પરથી દીપડો જ છે જણાવ્યું હતું.

   દીવાગામના આગેવાનોએ  દીપડો દેખાયા હોવાનું વેન વિભાગને જણાવતા વનવિભાગ દ્વારા પાંજરૂ મુકી દેવાયું છે. સાથે બીજા કોઇ ગામે દીપડો દેખાયો છે કે કેમ ? તે અંગે તેમણે અંકલેશ્વર તાલુકાના ઉછાલી,જીતાલી અને જૂના દીવા ખાતે દીપડો દેખાયાની વાત આવતા તેમણે ત્યાં પણ પાંજરા મુકયા છે

(6:30 pm IST)