Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

વડોદરાઃ રાયોટીંગ અને હત્યાની કોશીષના : ગુનામાં નાસતા ફરતા 3 આરોપી ઝડપાયા

ક્રાઈમ બ્રાન્ચે ત્રણેય શખ્સોને ગોલ્ડન ચોકડી પાસેથી પકડી પાડ્યા

વડોદરા શહેરનાં ગોરવા પોલીસ સ્ટેશનના રાયોટીંગ અને હત્યાની કોશીષના ગંભીર ગુનામા હરદીપસીંગ ઠાકોરની ગેંગના સંડોવાયેલ અને નાસતા ફરતા ત્રણ આરોપીઓને શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે.

 અંગેની વિગત મુજબ વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશનમા ગઇ તા.૨૪/૧૧/૨૦૧૮ ના રોજ  ગુ.ર.નં ફ. ૧૦૭/૨૦૧૮ ઇ.પી.કો કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૦૭, ૫૦૬(૨) જી.પી એકટ કલમ ૧૩૫ મુજબનો ગુનો નોંધાયો હતો. જેમાં માથાભારે ઇસમ નામે હરદીપસીંગ ઠાકોર અને તેના સાગરીતો સંડોવાયેલા હતા

  . આ આરોપીઓ ગુનો કર્યા બાદ નાસતા ફરતા હોય જેઓને શોધી કાઢવાની સુચના હેઠળ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ ગુનામાં સંડોવાયેલા અને નાસતા ફરતા આરોપીઓ અંગે સતત શોધખોળ હાથ ધરી હતી. જેમાં  શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલી ચોકકસ બાતમીનાં આધારે ગોલ્ડન ચોકડી પાસેથી આ ગુનામા સંડોવાયેલ આરોપીઓ પૈકીના પ્રમોદસીંગ ઉર્ફે પમ્મુ કુંદનસીંગ બીસ્ટ, આકાશ ઉર્ફે ખટ્ટો મધુકર સકપાલ, અમન પ્રતાપસીંગ ભદોરીયા તમામ રહે. વડોદરાનાઓને શોધી કાઢી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી ગોરવા પોલીસ સ્ટેસનને આ ત્રણેય આરોપીઓને સોપવા અંગેની તજવીજ હાથ ધરી છે.

  ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની વિગતો જોતાં ફરીયાદી વિકાસ પરષોતમ લોહાણા રહે. વુડાના મકાન ખોડીયારનગર પાસે તેમના જન્મ દિવસની પાર્ટીમા હરદીપસીંગ ઠાકોરે ગાળો બોલી લાફો માર્યો હતો. ત્યારબાદ મારી નાંખવાની ધમકી આપતો હતો. આ હરદિપસીંગ ઠાકોર તથા તેની ગેંગના માણસો ફરીયાદીને મારવા માટે શોધતા હોવાની વાત સામે આવી હતી. જેથી આ હરદિપસીંગ ઠાકોર તેની ગેંગના માણસો સાથે રેસકોર્ષ ઇન્કલાબ ઝીંદાબાદ સર્કલ પાસે હાજર હોય જયાં ફરીયાદીને બોલાવી આ હરદિપસીંગ ઠાકોર તથા તેના માણસોએ ચપ્પુ તેમજ બેઝબોલની સ્ટીકથી હુમલો કર્યો હતો. જેમાં ફરિયાદીને ગંભીર ઇજાઓ પોહચાંડતા તેમજ માર મારતા આ બાબતે હરદીપસીંગ ઠાકોર તેમજ તેની ગેંગના પ્રમોદ ઉર્ફે પમ્મુ, આકાશ સકપાલ, અમન, જૈમીન શાહ વિગેરેનાઓ સામે રાયોટીંગ વીથ ખુનની કોશીષનો ગુનો નોંધાવ્યો હતો.

  આ પકડાયેલ ઇસમોમા પ્રમોદસીગ ઉર્ફે પમ્મુનાનો અગાઉ પણ ફતેગંજ અને છાણી પોલીસ સ્ટેશનમા રાયોટીંગ, ખુનની કોશીષ અને મારામારીના ગુનામા પકડાયેલ હોય પાસા હેઠળ પોરબંદરની જેલમા જઇ આવેલ છે. તેમજ આકાશ ઉર્ફે ખટ્ટોનાનો અગાઉ હરદિપસીંગ ઠાકોર સાથે વરણામા પો.સ્ટેમા મારામારીના ગુનામા તેમજ અમન ભદોરીયાનાઓ ફતેગંજ પો.સ્ટેશનમા મારામારીના ગુનામા પકડાયેલ છે. આ ગુનામા સંડોવાયેલ મુખ્ય આરોપી હરદિપસીંગ ઠાકોરને શોધી કાઢવા અંગેની પ્રયાસ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચાલી રહેલ છે.

 

(6:23 pm IST)
  • સુરત :મેમો ગેમને લઈ DEO કચેરીનો નિર્દેશ જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલને આપ્યા નિર્દેશ :મેમો જેવી ઓનલાઈન ગેમથી વિદ્યાર્થીઓ દૂર રહે :મેમો, બ્લ્યુવહેલ જેવી ગેમો લઈ રહી છે લોકોનો જીવ access_time 3:29 pm IST

  • પીટર મુખર્જીની જામીન અરજીનો સીબીઆઈએ કર્યો વિરોધ :તેની સામે પર્યાપ્ત પુરાવા :મુખરજીએ દાખલ કરેલી અરજીમાં પોતે ગુન્હામાં સામેલ હોવાનો ઇન્કાર કર્યો હતો :સીબીઆઈએ જામીન અરજી અંગે કહ્યું કે પીટર ,શીના બોરનું અપહરણ અને હત્યાના જધન્ય અપરાધમાં સામેલ હતા અને તેની વિરુદ્ધ આરોપ સાબિત કરવા પૂરતા પુરાવા છે access_time 1:02 am IST

  • મોરબીના રવાપર ધૂનડા રોડ પર નવા બની રહેલાં બિલ્ડીંગમાં લિફ્ટના ખાચામાં યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છેપ્રાથમિક તપાસમાં પોલીસને મૃતક યુવાન પરપ્રાંતિય હોવાનું જાણવા મળ્યું છેપોલીસે સમગ્ર બનાવ ની ગંભીરતાપૂર્વક નોંધ લઈ યુવાન ના મોત અંગેનું કારણ અને પરિવારની શોધખોળ હાથ ધરી છે access_time 3:56 pm IST