Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

ફતેપુરા નજીક જવેલર્સમાં તસ્કરોનું આગમન : દાગીના સહીત રોકડની ચોરી કરી છૂમંતર

નડિયાદ: ફતેપુરા રોડ ઉપર જ્વેલર્સની દુકાનમાં ત્રાટકેલા તસ્કરો સોના-ચાંદીના દાગીના મળી મોટી રકમની ચોરી કરી ગયા હોવાનું જાણવા મળ્યું છે.

 

મળેલ વિગત મુજબ નડિયાદ ફતેપુરા રોડ ઉપર જેક એન્ડ ઝીલ સ્કૂલ પાછળ હર્ષિલ જ્વેલર્સ નામની દુકાન આવેલ છે. દુકાનનું તાળુ તોડી તસ્કરો સોનાની ચેઈન, બંગડી, સોનાની વીટંી નં. ૭, ચાંદીનું બાજુ બંધ, મંગળસૂત્ર નં. તથા સોનાનો ભંગાણ ૧.૨૦ ગ્રામ, મોતીની માળાનં ૨૫ તેમજ રોકડા રૂ. ૧૩૦ ચોરી ગયા હતા. જ્વેલર્સની દુકાનમાં ત્રાટકેલા તસ્કરો, સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ ચોરી ગયા હતા. જોકે બનાવ અંગે નડિયાદ પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી. 

(5:37 pm IST)