Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

ખેડા પોલીસે માહિતીના આધારે 23 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે નડિયાદના બુટલેગરને ઝડપ્યો

ખેડા: પોલીસને માહિતી મળેલ કે દાહોદનો એક ઈસમ અલ્ટો કાર નં. જીજે ડીઆર ૩૧૦૫માં વિદેશી દારૂ ભરીને નડિયાદમાં આવનાર છે. જેથી એલસીબી ખેડા પોલીસે શ્રેયસ ગરનાળા પાસે વોચ ગોઠવી હતી. 

દરમ્યાન અલ્ટો કાર આવી પહોંચતા પોલીસે કાર ઊભી રખાવી કાર ચાલકની અટક કરી પૂછપરછ કરતા દિલીપ ઉર્ફે બાબુ મગનભાઈ ગોલાણી (સીંધી) (રે. દાહોદ સીંધી સોસાયટી) હોવાનું જણાવ્યું હતું. પોલીસે ગાડીની તલાશી લેતા વિદેશી દારૂની ૨૮ બોટલો કે જેની કિંમત ૨૩૦૨૦, મોબાઈલ રૂ. ૩૫૦૦ તેમજ રૂ. ૭૦૦ રોકડા તથા કાર સાથે પોલીસે કુલ રૂ. ૧,૨૭,૨૨૦નો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ઘરી છે. 

(5:36 pm IST)