Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

વડોદરા નજીક વાઘોડિયામાં 18 વર્ષીય યુવાને ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું: પિતાના ઠપકાનું માઠું લાગી આવતા આ પગલું ભર્યું હોવાનો ચિઠ્ઠીમાં ઉલ્લેખ

વડોદરા:નજીક વાઘોડિયા ગામમાં રહેતા ૧૮ વર્ષના યુવકે વડોદરા ખાતે રહેતી દાદીના ઘરે આવીને ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુવકે આપઘાત પહેલા ચિઠ્ઠી લખી છે જેનાથી એવુ જાણવા મળે છે કે સાવકા પિતાએ આપેલા ઠપકાથી લાગી આવતા યુવકે આત્મઘાતી પગલુ ભર્યું હશે.

મરનાર યુવક ભાવેશ ધનેશભાઇ વસાવા (ઉ.૧૮) તેની માતા અને સાવકા પિતા સાથે રહેતો હતો. તે તા.ડિસેમ્બર સોમવારે વડોદરામાં મુંજમહુડા વિસ્તારમાં હનુમાન ટેકરી રહેતા તેના દાદી અને બહેનના ઘરે આવ્યો હતો અને અને સાંજે થી દરમિયાન ઘરે એકલો હતો ત્યારે ફાંસો ખાઇ લીધો હતો.

પોલીસને  ભાવેશે લખેલી એક ચિઠ્ઠી હાથમાં આવી છે જેમાં લખ્યુ છે ' ગાડી, ટાયર ફાટવાથી ઉતરી પડેલી અને મારી વાતનો કોઇએ વિશ્વાસ ના કર્યો અને મારા કાકાએ મારા પર ઇલ્ઝામ લગાવ્યો બાઇકના પૈસા તુ વાપરી ગયો મારાથી સહન ના થયું અને મારા પપ્પાની કમી બહુ લાગતી હતી'

 

(5:30 pm IST)