Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

વડોદરા કોર્પોરેશનમાં ૨૦૧૬માં ૧૪૩ કલાર્કની ભરતીમાં મોટી ગેરરીતિનો કોંગ્રેસનો આક્ષેપઃ જનરલ બોર્ડમાં મુદ્દો ઉછાવ્યો

વડોદરા: એલઆરડીની પરીક્ષાનું પેપર લીક થયા બાદ સરકારી ભરતીઓમાં થઈ રહેલા આક્ષેપો અટકવાનું નામ નથી લઈ રહ્યા, ત્યારે હવે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ક્લાર્કની ભરતીમાં મોટો કાંડ થયાનો આક્ષેપ થયો છે. 2016માં વડોદરા મ્યુનિ.માં ક્લાર્કની 143 જગ્યાઓ માટે ભરતી આવી હતી. જોકે, નવાઈની વાત છે કે, ભરતીમાં પસંદગી પામેલામાં વડોદરાનું કોઈ નથી.

વીએમસીએ 2016માં એક લેખિત પરીક્ષા યોજીને પાંચ વર્ષના કોન્ટ્રાક્ટ પર જુનિયર ક્લાર્કની ભરતી કરી હતી. પાંચ વર્ષ પૂરા થયા બાદ તમામને કાયમી નિમણૂંક આપવાની હતી. જોકે, 2016માં આવેલી ભરતી પહેલા અને પછી કોઈ વિવાદ નહોતો થયો. પરંતુ કોર્પોરેશનની જનરલ બોર્ડ મિટિંગમાં કોંગ્રેસે મુદ્દો ઉછાળતા કહ્યું હતું કે, 146 જુનિયર ક્લાર્કમાંથી વડોદરાનો એકેય વ્યક્તિ હોય તે કઈ રીતે બની શકે? આક્ષેપ સાંભળી મેયર ડૉ. જિગીશા શેઠ પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયાં હતાં.

ભરતીમાં કોઈ ગેરરીતિ થઈ છે કે તેમ તે ચકાસવા માટે વીએમસીએ તપાસ શરુ કરી દીધી છે. લેખિત પરીક્ષા આપવા બેઠેલા ઉમેદવારો અને તેમાં પાસ થનારા લોકોની માહિતી પણ એકઠી કરાઈ રહી છે. મેયરના જણાવ્યા અનુસાર, ભરતીમાં ઉતિર્ણ થયેલા 40 લોકોએ નોકરી શરુ કરતા તેમના બદલે વેઈટિંગ લિસ્ટમાંથી 40 લોકોની પસંદગી કરાઈ હતી.

સત્તાધિકારીઓના જણાવ્યા અનુસાર, ભરતીની સમગ્ર પ્રક્રિયા ગુજરાત ટેક્નોલોજીકલ યુનિ. દ્વારા હાથ ધરાઈ હતી. જોકે, હાલ કોર્પોરેશન સાવધાની સાથે બાબતમાં આગળ વધી રહ્યું છે, કારણકે તે વખતે ભરતી થયેલા મોટાભાગના લોકો બે વર્ષથી નોકરી કરી રહ્યા છે. જ્યારે, બે વર્ષમાં કેટલાક લોકોએ નોકરી છોડી પણ દીધી છે.

પરીક્ષામાં ઉતિર્ણ થયેલા તમામ ઉમેદવારો સૌરાષ્ટ્ર યુનિ.ના વિદ્યાર્થીઓ હતા. કોંગ્રેસે ભરતીમાં ગેરરીતિ થઈ હોવાનો સીધો આક્ષેપ કરી તેના માટે ભાજપને જવાબદાર ઠેરવ્યો છે.

(5:07 pm IST)
  • રાજસ્થાનઃઈવીએમથી પરેશાન મોદીના મંત્રી મેઘવાલઃ સાડા ત્રણ કલાક લાઈનમાં ઉભા રહ્યા બાદ મતદાન કરી શકયા :૮ વાગ્યાના ઉભા'તા ૧૧.૩૦ કલાકે વારો આવ્યો access_time 3:28 pm IST

  • રોબર્ટ વાડ્રા વિરુદ્ધ બદલાની ભાવનાથી કામ કરી રહી છે મોદી સરકાર :વાડ્રા વિરુદ્ધ ઇડીની કાર્યવાહીથી કોંગ્રેસ ગિન્નાઈ :વિધાનસભાની ચૂંટણીમાં હાર ભાળી જવાથી હતાશ થઈને ઇડીના દરોડા પાડયા :કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે બદલો લેવા જુના હથિયારોનો સહારો લઈને લોકોનું ધ્યાન ભટકવા પ્રયાસ કર્યો :આ પ્રકારની કાયરતા અને ધમકીભરી કાર્યવાહીથી કોંગ્રેસ અને તેના લોકો ઝુકવાના નથી access_time 1:01 am IST

  • પંચમહાલ જિલ્લાનાગોધરાના ગદુકપૂર ગામમાં આવેલી બેન્ક ઓફ બરોડાની શાખામાં 3 જેટલા ઈસમોએ કર્યો ચોરીનો પ્રયાસ કર્યો હતો બેંકનો મુખ્ય દરવાજો તોડી બેંકમાં પ્રવેસી બેંકનું સેફ વોલ્ટ તોડવા જતા ઈમરજન્સી સાયરન વાગતા 3 ઈસમો ફરાર સાયરન વાગતા બેંકમાં રાખેલી રોકડ રકમની ચોરી અટકી છેબનાવને પગલે ગોધરા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે access_time 3:56 pm IST