Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

મયુરભાઈ ઠક્કરની અનેકવિધ સેવાઓનું સુરતમાં સન્માન

મયુરભાઈ ઠક્કરની અનેકવિધ સેવાઓનું સુરતમાં સન્માન

સુરત : સેવા પરમો ધર્મના ધ્યેયને પ્રથમથી જ સમર્પિત અને સમાજના નાનામાં નાના માણસ સાથે જોડાયેલા, સનાતન ધર્મપ્રેમી, ગૌરક્ષક મયુરભાઈ ઠક્કરનું (ગુજરાત પ્રદેશ અધ્યક્ષઃ ભારત રક્ષા મંચ, ગૌ સેવા)ને સુરતના ઘોઘારી લોહાણા મહાજન દ્વારા રઘુવંશી રત્ન તરીકે સન્માન કરાતા હર્ષની લાગણી પ્રસરી છે. તસ્વીરમાં મયુરભાઈ ઠક્કર (મો.૯૯૭૮૨ ૮૧૦૦૦) સાથે સુરત ઘોઘારી લોહાણા મહાજનના યુવા અધ્યક્ષ શ્રી વ્રજેશ ઉનડકટ (મો. ૯૩૭૪૯ ૯૯૯૯૯) નજરે પડે છે. ઉપરોકત તસ્વીરમાં શ્રી ભરત ચંદારાણા, શ્રી ઋષિ નથવાણી, શ્રી ભરત ઠક્કર (ગાંધીનગર), શ્રી હિરેન સોઢા નજરે પડે છે.

(4:05 pm IST)
  • અમરેલી જિલ્લાના બગસરાના સુડાવડ ગામની સીમમાંથી બાળકને ઉઠાવી જનાર દીપડાએ બળદનો શિકાર કર્યો છેચાર દિવસ વીત્યા બાદ હજુ બાળકના અવશેષો પણ વનવિભાગને હાથ લાગ્યા નથી......વનવિભાગે દીપડાને પકડવા પાંજરું મૂક્યું હોવા છતાં દીપડો વનવિભાગને આપી રહ્યો છે ખો.....બાળક બાદ બળદનો શિકાર થતા ફરી વનવિભાગે સક્રિય થયું છે જ્યારેદીપડાના ખોંફથી ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો છે access_time 3:57 pm IST

  • મોરબીના રવાપર ધૂનડા રોડ પર નવા બની રહેલાં બિલ્ડીંગમાં લિફ્ટના ખાચામાં યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છેપ્રાથમિક તપાસમાં પોલીસને મૃતક યુવાન પરપ્રાંતિય હોવાનું જાણવા મળ્યું છેપોલીસે સમગ્ર બનાવ ની ગંભીરતાપૂર્વક નોંધ લઈ યુવાન ના મોત અંગેનું કારણ અને પરિવારની શોધખોળ હાથ ધરી છે access_time 3:56 pm IST

  • સુરત: ઉધના વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા દારૂની રેડનો કેસ :સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ ઉધના પીઆઇ એમપી પરમારને સસ્પેન્ડ કર્યા:સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કરી 2 લાખ 24 હજારનો દારૂ જપ્ત કર્યો હતો access_time 12:04 am IST