Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

અંકલેશ્વરમાં કારમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ : ત્રણ આરોપી ઝડપાયા : 2.12 લાખનો મુદ્દામાલ કબજે

પકડાયેલા તમામ મૂળ રાજસ્થાની : એક આરોપીને વોન્ટેડ જાહેર કરાયો

અંકલેશ્વર :શહેરના અક્ષર બંગ્લોઝ પાસેથી પોલીસે કારમાં ભરેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ રૂપિયા 2.12 લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય એખ શખ્સને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

  મળતી વિગતો મુજબ અંકલેશ્વર શહેર પોલીસમથકની હદમાં આવેલા અક્ષર બંગ્લોઝ સોસાયટીનાં ગેટ પાસે ઉભેલી કાર નંબર MH-02, MA-210 નંબરની કારમાં દારૂની હેરાફેરી થતી હોવાની પોલીસને મળેલી બાતમીનાં આધારે તપાસ હાધ ધરી હતીતપાસ કરતાં આ કારમાંથી વિવિધ બ્રાન્ડનો દારૂ તેમજ બિયરનો જથ્થો મળી કુલ રૂપિયા 96000 નો મુદ્દામાલ તથા કારની કિંમત રૂપિયા 110000 મળી કુલ રૂપિયા 2.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 આ દારૂના જથ્થા સાથે પોલીસે પારસ દેવાભાઈ વન, ગોપાલ રાજુરામ બિશ્નોઈ, લાડુ દેવાવન યોગી તમામ રહે રાજસ્થાનની અટકાયત કરી હતી. જ્યારે અન્ય એક પ્રવિણ નામનો શખ્સને વોન્ટેડ જાહેર કરી મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(2:28 pm IST)
  • મહેસાણા : ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં જુનીયર આસિસ્ટન્ટની ભરતીનો મુદ્દો :ભરતીમાં ગેરરીતિ હોવાની ફરિયાદ બાદ કલાર્કને સસ્પેન્ડ કરાયો :ઉમેદવારોએ જવાબદારો સામે પગલા ભરવાની માંગ સાથે હોબાળો મચાવ્યો access_time 3:21 pm IST

  • રોબર્ટ વાડ્રા વિરુદ્ધ બદલાની ભાવનાથી કામ કરી રહી છે મોદી સરકાર :વાડ્રા વિરુદ્ધ ઇડીની કાર્યવાહીથી કોંગ્રેસ ગિન્નાઈ :વિધાનસભાની ચૂંટણીમાં હાર ભાળી જવાથી હતાશ થઈને ઇડીના દરોડા પાડયા :કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે બદલો લેવા જુના હથિયારોનો સહારો લઈને લોકોનું ધ્યાન ભટકવા પ્રયાસ કર્યો :આ પ્રકારની કાયરતા અને ધમકીભરી કાર્યવાહીથી કોંગ્રેસ અને તેના લોકો ઝુકવાના નથી access_time 1:01 am IST

  • સુરેન્દ્રનગર જિલ્લાનાધ્રાંગધ્રા ના એંજાર ની પ્રાથમિક શાળા ને તાળા બંધી કરી રોષ ઠાલવ્યો હતોશિક્ષકો ની ઘટ ને કારણે વિધાર્થી ના અભ્યાસ પર અસર પડી વાલીઓ એ અનેક વાર તંત્ર ને કરી જાણના છુટકે શાળા ને લગાવી દીધા તાળા access_time 3:57 pm IST