Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

સુરતના પાંડેસરામાં બંધ મકાનમાં આગ ભભૂકી : ભાડે રહેતા પરિવારની ઘરવખરી બળીને ખાખ

ફાયર ફાયટરો આવે તે પહેલાં ટીવી,પંખા, કપડાં,પલંગ સહિત ઘરવખરી બળીને ખાખ

સુરતના પાંડેસરા વિસ્તરમાં આવેલા નાગસેન નગરના બંધ મકાનમાં અચાનક આગ લાગતા મકાનમાં રહેલી ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી.

 આ અંગેની વિગત મુજવ સુરતના પાંડેસરા નાગસેન નગરમાં ભાડાના મકાનમાં રહેતા અશોકભાઈ સમ્રાટ સોનવનેના મકનામાં અચાનક શોર્ટ સર્કિટથી આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી હત

 ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતાં ફાયર ફાયટરો આવે તે પહેલાં જ ઘરમાં રહેલા ટીવી,પંખા, કપડાં,પલંગ સહિતની અનેક ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી. જોકે સદનશીબે આગની ઘટમાં કોઈ જાનહાની નોંધાઈ નહોતી.

(2:25 pm IST)