Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

અમદાવાદમાં મ્યુનિ.ની ઝુંબેશ યથાવત:ત્રીજા રાઉન્ડના પહેલા દિ'એ 1322 દબાણ હટાવાયા

શહેરના તમામ ઝોનમાં તંત્રની તવાઈ :દબાણકર્તાઓમાં ફફડાટ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા દબાણ હટાવો ઝુંબેશના ત્રીજા રાઉન્ડમાં રસ્તા પરનાં ૧૩૨૨ દબાણ દૂર કરાયા છે 

 અમદાવાદના પશ્ચિમ ઝોનમાં સીજીરોડ પરિમલપાર્ક વિસ્તાર, આશ્રમરોડ પરનો વી.એસ. હોસ્પિટલ વિસ્તાર, વિસત સર્કલથી ચાંદખેડા-મોટેરા-કોટેશ્વર રોડ, પશ્ચિમ ઝોનમાં એસ.જી. હાઈવે, સિંધુ ભવન રોડ, ચાણક્યપુરી રોડ, ઘાટલોડિયા વોર્ડ અને ચાંદલોડિયા વોર્ડ, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ઉજાલા સર્કલથી શાંતિપુરા સર્કલ સુધીની ટીપી સ્કીમની અમલવારી તેમજ વેજલપુર ગામ, વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગથી મકરબા ક્રોસિંગ, ૧૩૨ ફૂટ રિંગ રોડ, ઈસ્કોન-શિવરંજની રોડ, મધ્ય ઝોનમાં સારંગપુર સર્કલ, ઉત્તર ઝોનમાં ઈન્ડિયા કોલોની અને નરોડા રોડ વોર્ડ, દક્ષિણ ઝોનમાં લાંભા વોર્ડ તેમજ મણિનગર રેલવે સ્ટેશનથી પુષ્પકુંજ કાંકરિયા, પૂર્વ ઝોનમાં રખિયાલ ચાર રસ્તાથી અનુપમ સિનેમા, ઠક્કરનગરથી જશોદાનગર ચાર રસ્તા, ગોમતીપુર પોલીસ સ્ટેશનથી ઉષા ટોકિઝ થઈ લાલ મિલ ચાર રસ્તા સુધીનાં દબાણને દૂર કરાયાં હતાં.

(12:25 pm IST)
  • ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી અતુલ કરવાલની બઢતી :સીઆરપીએફમા આઈજી તરીકે ફરજ બજાવી રહેલા કરવાલ ન એડિશનલ ડિજી તરીકે અપાઈ બઢતી : હાલ CRPF મા આઈજી તરીકે ડેપ્યુટશન પર છે અતુલ કરવાલ. access_time 9:52 pm IST

  • સુરેન્દ્રનગર જિલ્લાનાધ્રાંગધ્રા ના એંજાર ની પ્રાથમિક શાળા ને તાળા બંધી કરી રોષ ઠાલવ્યો હતોશિક્ષકો ની ઘટ ને કારણે વિધાર્થી ના અભ્યાસ પર અસર પડી વાલીઓ એ અનેક વાર તંત્ર ને કરી જાણના છુટકે શાળા ને લગાવી દીધા તાળા access_time 3:57 pm IST

  • વડોદરા :સ્કૂલ કમ્પાઉન્ડમાં સ્કૂલવાનમાં આગ :સ્કૂલવાનમાંથી વિદ્યાર્થીઓને ઉતારી લેવાયા :સદનસીબે કોઈ અનિચ્છનીય ઘટના ન બની :પાદરા ફાયરવિભાગે આગ પર કાબૂ મેળવ્યો :પાદરાની ડી.ડી. પટેલ શારદા હાઈસ્કૂલની ઘટના access_time 3:30 pm IST