Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

વાઇબ્રન્ટ સમિટ વખતે અમદાવાદ - ગાંધીનગરની હોટલોના ભાડા સમાન અને વ્યાજબી રહેશે

મુખ્ય સચિવ જે.એન.સિંઘની હોટલ સંચાલકો સાથેની બેઠકની ફળશ્રુતિઃ સ્ટાર હોટલો શણગારાશે : મહેમાનો માટે ખાસ 'વાઇબ્રન્ટ થાળી'

વાઇબ્રન્ટ સમિટ વખતે અમદાવાદ - ગાંધીનગરની હોટલોના ભાડા સમાન અને વ્યાજબી રહેશે

અમદાવાદ તા. ૬ : આગામી જાન્યુઆરી-ર૦૧૯માં ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ સમિટ-ર૦૧૯ યોજાનાર છે.  જેમાં ભારત સહિત દેશ-વિદેશના મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે.  મહાનુભાવોને રોકાણની વ્યવસ્થા અમદાવાદ – ગાંધીનગરની વિવિધ હોટેલમાં કરવામાં આવનાર છે.  વાયબ્રન્ટ ગુજરાત-ર૦૧૯માં ભાગ લેવા આવનાર મહાનુભાવો માટે અમદાવાદ-ગાંધીનગરમાં આવેલી સ્ટાર હોટલના ભાડા એક સરખા અને વાજબી રહે તેમજ યોગ્ય સહકાર મળી રહે તે માટે આજે ગાંધીનગર ખાતે મુખ્ય સચિવ ડો. જે.એન.સિંહની અધ્યક્ષતામાં તમામ હોટલના પ્રતિનિધિઓ સાથે એક બેઠક યોજાઇ હતી.  જેમાં, તમામ હોટલના પ્રતિનિધિઓ દ્વારા સમિટમાં આવનાર મહાનુભાવોને રહેવા માટે સારી અને ઉત્ત્।મ વ્યવસ્થા એક સરખા અને વાજબી દરે આપવાની ખાતરી રાજય સરકારને આપવામાં આવી હતી.

વાયબ્રન્ટ ગુજરાત-ર૦૧૯ દરમ્યાન મહાનુભાવોના આતિથ્ય માટે શ્રેષ્ઠ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા હોટલો કટિબધ્ધ છે.  આ ઉપરાંત, હોટેલોમાં ખાસ વ્યવસ્થાના ભાગરૂપે વિશેષ ડેકોરેશન, લાઇટીંગ તેમજ મહેમાનોના સ્વાગત માટે અલગથી આયોજન કરવામાં આવશે.  વાયબ્રન્ટ સમિટ દરમ્યાન ગુજરાતમાં રોકાનાર મહાનુભાવો માટે હોટેલ દ્વારા ભોજન માટે ગુજરાતી વાનગીઓ સાથેની એક નવીન 'વાઇબ્રન્ટ થાળી' પણ પીરસવામાં આવશે તેમ પણ હોટેલ પ્રતિનિધિઓએ કહ્યું હતું.

હોટેલ એસોસિએશનના અધ્યક્ષશ્રી નરેન્દ્ર સોમાણી દ્વારા હોટલ એસોસિયેશન વતી જણાવાયું હતું કે, અમદાવાદ – ગાંધીનગરમાં આવેલી સ્ટાર હોટેલોમાં રહેવા માટે ઉત્તમ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવશે. 

આ બેઠકમાં રાજય કર કમિશ્નરશ્રી પી.ડી. વાઘેલા, ઉદ્યોગ કમિશ્નરશ્રી મમતા વર્માં, મહેસૂલ વિભાગના સચિવશ્રી અને કમિશ્નરશ્રી હારીત શુકલા, ઇન્ડેક્ષ્ટ-બીના મેનેજીંગ ડાયરેકટરશ્રી, રાજકુમાર બેનીવાલ, અમદાવાદ કલેકટરશ્રી, વિક્રાંત પાંડે, ગાંધીનગર કલેકટરશ્રી એસ.કે. લાંગા, એડીશનલ સી.પી. (સ્પેશ્યલ બ્રાન્ચ) શ્રી વિપુલ અગ્રવાલ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહીને હોટેલ પ્રતિનિધિઓ સાથે વાયબ્રન્ચ ગુજરાત-ર૦૧૯ને સફળ બનાવવા ચર્ચા-વિચારણા કરી હતી.(૨૧.૧૦)

(12:18 pm IST)
  • વડોદરા :વાઘોડીયામાં દારૂની મહેફિલ માણતા નબીરાઓ ઝડપાયા :જગદીશ શાહના ફાર્મ હાઉસમાં હતી મહેફિલ :વાઘોડીયા પોલીસે મહેફિલમાં ભંગ પાડ્યો :લગ્નપ્રસંગ પૂર્વે યોજાઈ હતી દારૂની મહેફિલ :ભારતીય બનાવટની દારૂ, 4 કાર સહિત 18 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત : પોલીસે 14 નબીરાઓની કરી ધરપકડ access_time 3:24 pm IST

  • રોબર્ટ વાડ્રા વિરુદ્ધ બદલાની ભાવનાથી કામ કરી રહી છે મોદી સરકાર :વાડ્રા વિરુદ્ધ ઇડીની કાર્યવાહીથી કોંગ્રેસ ગિન્નાઈ :વિધાનસભાની ચૂંટણીમાં હાર ભાળી જવાથી હતાશ થઈને ઇડીના દરોડા પાડયા :કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે બદલો લેવા જુના હથિયારોનો સહારો લઈને લોકોનું ધ્યાન ભટકવા પ્રયાસ કર્યો :આ પ્રકારની કાયરતા અને ધમકીભરી કાર્યવાહીથી કોંગ્રેસ અને તેના લોકો ઝુકવાના નથી access_time 1:01 am IST

  • રાજકોટ : અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આજે પ્રમુખ સ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતિ મહોત્સવ : ૪૦૦ જેટલા ગરીબ દર્દીઓના નિઃશુલ્ક ઓપરેશન માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરાઈ access_time 3:20 pm IST