Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

રાજ્યમાં 3 હજાર ખેડૂતોએ અડદ માટે અને માત્ર 70 ખેડૂતોએ મગની ખરીદી માટે નોંધણી કરાવી

કુલ 33 જિલ્લા પૈકી માત્ર 4 જિલ્લાઓના ખેડૂતોએ જ રજીસ્ટ્રેશન કરાવ્યું

અમદાવાદ :રાજ્ય સરકાર દ્વારા મગ અને અડદની ખરીદી માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરાઇ છે. સરકાર દ્વારા છેલ્લા 5 દિવસથી ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અંદાજે 3 હજાર ખેડૂતોએ અડદની ખરીદી માટે નોંધણી કરાવી છે. પરંતુ આ 5 દિવસમાં ફક્ત 70 ખેડૂતોએ જ મગની ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવ્યા છે.

રાજ્યના કુલ 33 જિલ્લા પૈકી માત્ર 4 જિલ્લાઓના ખેડૂતોએ જ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જ્યારે કે 29 જિલ્લામાંથી એક પણ ખેડૂતે રજિસ્ટ્રેશન કરવામાં રસ દાખવ્યો નથી. અત્યાર સુધીમાં ગાંધીનગર. સાબરકાંઠા, કચ્છ અને જૂનાગઢમાં જ રજિસ્ટ્રેશનની કામગીરી થઇ છે. જે અંતર્ગત ગાંધીનગરમાં 18, સાબરકાંઠામાં 1, કચ્છમાં 3 અને જૂનાગઢમાં 48 એમ કુલ મળીને 70 ખેડૂતોએ જ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

(10:41 pm IST)
  • સુરત: ઉધના વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા દારૂની રેડનો કેસ :સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ ઉધના પીઆઇ એમપી પરમારને સસ્પેન્ડ કર્યા:સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કરી 2 લાખ 24 હજારનો દારૂ જપ્ત કર્યો હતો access_time 12:04 am IST

  • પીટર મુખર્જીની જામીન અરજીનો સીબીઆઈએ કર્યો વિરોધ :તેની સામે પર્યાપ્ત પુરાવા :મુખરજીએ દાખલ કરેલી અરજીમાં પોતે ગુન્હામાં સામેલ હોવાનો ઇન્કાર કર્યો હતો :સીબીઆઈએ જામીન અરજી અંગે કહ્યું કે પીટર ,શીના બોરનું અપહરણ અને હત્યાના જધન્ય અપરાધમાં સામેલ હતા અને તેની વિરુદ્ધ આરોપ સાબિત કરવા પૂરતા પુરાવા છે access_time 1:02 am IST

  • પેરિસમાં વિરોધ પ્રદર્શનને પગલે એફિલ ટાવર પ્રવાસીઓ માટે બંધ કરાયો :છેલ્લા એક દાયકામાં સૌથી ખરાબ હિંસાના માહોલને ધ્યાને લઈને ફ્રાન્સની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા પોલીસની સંખ્યા 65 હજારથી વધારીને 89 હજાર કરી દેવાઈ access_time 12:45 am IST