Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇન્ગ ગેલેરીની લિફ્ટ ફરીવાર ખોટવાઈ :પ્રવાસીઓને ભારે મુશ્કેલી

રિફંડ માંગણી કરાતા કર્મચારીઓ સરકી ગયા :ટેકનીશીયનોમાં દોડધામ

નર્મદા: વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા દેશભરમાંથી પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.દર સોમવારે મેન્ટેનન્સ થવા છતાં જે વ્યુઇન્ગ ગેલેરીની લિફ્ટ છે તે વારંવાર ખોટકાઈ રહી છે. અને જેને લીધે જ પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે, અને જેને લઈને પ્રવાસીઓ માં ઘણો રોષ જોવા મળી રહ્યો છે.

બુધવારે બપોરના સુમારે લિફ્ટ બંધ થતા પ્રવાસીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો કેમ કે, સોમવારની રજા બાદમંગળવાર અને બુધવારે સવારથી જ લાંબી કતારોમાંથી ટિકિટ લઇ પ્રવસીઓ સ્ટેચ્યુ જોવા ઉત્સાહ ભેર આવ્યા ત્યારે લિફ્ટ બંધ થતા પ્રવાસીઓ માં રોષ વધી ગયો અને કલાકો સુધી લિફ્ટમાં જવા બેસી રહેતા પ્રવસીઓ અકળાયા હતા. અને રિફંડ માંગણી કરાતા કર્મચારીઓ પણ સરકી ગયા હતા. ટેકનીશીયનો માં દોડધામ મચી ગઈ હતી.

(8:50 pm IST)
  • અમદાવાદ :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વાઈબ્રન્ટ સમિટ પહેલા જાન્યુઆરીમાં ગુજરાત પ્રવાસે આવે તેવી શક્યતા :સરદાર પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ રીસર્ચના ઉદ્ઘાટન પ્રસંગે આવી શકે છે ગુજરાત access_time 3:16 pm IST

  • રાજસ્થાનમાં ૬૦ ટકા જેટલુ જોરદાર મતદાન થયુ છે access_time 4:08 pm IST

  • પીટર મુખર્જીની જામીન અરજીનો સીબીઆઈએ કર્યો વિરોધ :તેની સામે પર્યાપ્ત પુરાવા :મુખરજીએ દાખલ કરેલી અરજીમાં પોતે ગુન્હામાં સામેલ હોવાનો ઇન્કાર કર્યો હતો :સીબીઆઈએ જામીન અરજી અંગે કહ્યું કે પીટર ,શીના બોરનું અપહરણ અને હત્યાના જધન્ય અપરાધમાં સામેલ હતા અને તેની વિરુદ્ધ આરોપ સાબિત કરવા પૂરતા પુરાવા છે access_time 1:02 am IST