Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

લોકરક્ષકદળ પેપર લીક: ચાર આરોપીને કોર્ટમાં રજૂ કરાયા : 5 દિવસના રિમાન્ડ મંજૂર

અમદાવાદ :લોકરક્ષક દળ ભરતી પેપરલીક થયું હતું, જે મામલે ગઈકાલે ગાંધીનગર પોલીસે વધુ ચાર આરોપીની ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપી નરેન્દ્ર ચૌધરી, અજયસિંહ પરમાર, પ્રિતેશ પટેલ અને ઉત્તમસિંહ ભાટીને આજે પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા

 . કોર્ટ કાર્યવાહીમાં પોલીસે આરોપીઓના 15 દિવસના રિમાન્ડ માંગ્યા હતા પણ કોર્ટે પાંચ દિવસના જ રિમાન્ડ મંજૂર કર્યા છે.

(8:49 pm IST)