Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

ગુજરાત હાઇકોર્ટમાં ચાર નવા જજની નિયુક્તિ :એક જ્યુડીશ્યલ ઓફિસર અને ત્રણ એડવોકેટ બન્યા જજ

ગુજરાત હાઇકોર્ટમાં ચાર નવા જજની નિયુક્તિ :એક જ્યુડીશ્યલ ઓફિસર અને ત્રણ એડવોકેટ બન્યા જજ

નવી દિલ્હી: ગુજરાત હાઈ કોર્ટમાં ચાર નવા ન્યાયાધીશોની નિમણૂંક કરવામાં આવી હતી. કાયદા મંત્રાલયે જારી કરેલી જાહેરનામા મુજબ ત્રણ એડવોકેટની જજ તરીકે નિયુક્તિ કરાઈ છે જેમાં શ્રી ભાર્ગવ ધીરેનભાઈ કારિયા,શ્રીમતી મેઘનાબેન ભુપેન્દ્રભાઈ જાની અને શ્રીમતી સંગીતાબેન કમલસિંઘ વિશેનની જજ તરીકે નિયુક્તિ કરી છે જયારે જ્યુડીશ્યલ ઓફિસર વિષ્ણુકુમાર પ્રભુદાસ પટેલ જજ તરીકે નિયુક્ત થયા છે.

 

(8:42 pm IST)
  • રાજકોટ : અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આજે પ્રમુખ સ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતિ મહોત્સવ : ૪૦૦ જેટલા ગરીબ દર્દીઓના નિઃશુલ્ક ઓપરેશન માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરાઈ access_time 3:20 pm IST

  • સુરતની ઓલપાડ મામલતદાર કચેરીમાં ઘટના: સુરત કલેકટરનો વેચાણ પરવાનગી આપતો ખોટો હુકમ બનાવી ખોટો રાઉન્ડ વારો સિક્કો મારી જમીન પચાવી પાડવાનું કાવતરું બહાર આવ્યું :ઓલપાડના સોંસક ગામે આદિવાસીની ૭૩-એએ ની જમીન પચાવી પાડવા રચાયું કાવતરું: ઓલપાડ મામલતદારએ ઓલપાડ પોલીસ સ્ટેશન નોંધાવી ફરિયાદ: કીર્તિભાઈ પટેલ, દલશુખ નારોલા- કતારગામ - સુરત, ભરત ભાઈ નામના ત્રણ ઈસમો સામે નોંધાવી ફરિયાદ: સમગ્ર મામલે ઓલપાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી. access_time 9:29 pm IST

  • જાતીય સતામણી કેસમાં ધરપકડ થયેલ મીકાસિંહનો સંયુક્ત આરબ અમીરાતમાં છુટકારો :17 વર્ષીય બ્રાઝીલીયન મોડલને વાંધાજનક ફોટા મોકલવાના કથિત ફરિયાદ બાદ ગાયક મીકાસિંહની ધરપકડ કરાઈ હતી :તેને બોલીવુડની ફિલ્મમાં કામ અપાવી દેવાનો પણ વાયદો કર્યો હતો :અબુધાબીના રાજદૂતના હસ્તક્ષેપ બાદ મીકાસિંહને મુક્તિ મળી ;હવે બાદમાં અદાલતમાં રજૂ થશે :મીકાસિંહની દુબઈમાં ધરપકડ કરાઈ હતી : ફરિયાદકર્તા પાસે અબુધાબીના વિઝા હોવાથી મીકાસિંહને અબુધાબી લઇ જવાયો હતો access_time 12:43 am IST