Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

ગુજરાતને આંચકો :વાયબ્રન્ટ સમિટના પાર્ટનર બનવા અમેરિકાનો ઇન્કાર

ભારત સરકાર સાથે વ્યાપાર નીતિના મુદ્દે સર્જાયેલા મતભેદોનુ કારણ આગળ ધર્યુ

અમદાવાદ :2019માં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ યોજવા માટે તૈયારીઓ શરુ થઈ ગઈ છે ત્યારે અમેરિકાએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં પાર્ટનર બનવાનો ઈનકાર કરીને ગુજરાત સરકારને આંચકો આપ્યો છે.

  અમેરિકાએ આ માટે ભારત સરકાર સાથે વ્યાપાર નીતિના મુદ્દે સર્જાયેલા મતભેદોનુ કારણ આગળ ધર્યુ છે. અમેરિકાએ કહ્યુ છે કે જ્યાં સુધી આ મુદ્દાઓનો ઉકેલ નહી આવે ત્યાં સુધી તે સમિટમાં પાર્ટનર નહી બને.

  ચારે તરફથી ઘેરાયેલી રુપાણી સરકાર વાઈબ્રન્ટ ગુજરાત સમિટ સફળ બનેતે માટે ભરપૂર પ્રયાસો કરી રહી છે ત્યારે આ મોરચે પણ સરકારને મોટો ફટકો પડ્યો છે.

(8:11 pm IST)
  • વડોદરા :સ્કૂલ કમ્પાઉન્ડમાં સ્કૂલવાનમાં આગ :સ્કૂલવાનમાંથી વિદ્યાર્થીઓને ઉતારી લેવાયા :સદનસીબે કોઈ અનિચ્છનીય ઘટના ન બની :પાદરા ફાયરવિભાગે આગ પર કાબૂ મેળવ્યો :પાદરાની ડી.ડી. પટેલ શારદા હાઈસ્કૂલની ઘટના access_time 3:30 pm IST

  • અમદાવાદ :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વાઈબ્રન્ટ સમિટ પહેલા જાન્યુઆરીમાં ગુજરાત પ્રવાસે આવે તેવી શક્યતા :સરદાર પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ રીસર્ચના ઉદ્ઘાટન પ્રસંગે આવી શકે છે ગુજરાત access_time 3:16 pm IST

  • સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસનો ૨૧મી ડિસેમ્બરે સ્પેશિયલ CBI કોર્ટમાં સંભળાવાશે ચુકાદો access_time 3:50 pm IST