Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

ટ્રકે ઓવરટેક કરવાની લ્હાયમાં ટેમ્પાને હડફેટે લેતા ચાલકનું ઘટનાસ્થળેજ ઢીમ ઢળ્યું

આંકલાવ:તાલુકાના કીંખલોડ ગામની સીમમાં આજે સવારના સુમારે પુરપાટ ઝડપે જતી ટ્રકે આગળ જતા વાહનની ઓવરટેક કરીને સામેથી આવતા ટેમ્પાને અથડાવતા ટેમ્પા ચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતુ. આ અંગે ભાદરણ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.
અકસ્માતની મળતી વિગતો અનુસાર જંબુસર ગામે રહેતો શબ્બીર હસનબાજી મલેક (ઉ. વ. ૫૦)પોતાનો આઈસર ટેમ્પો નંબર જીજે-૦૬, ઝેડઝેડ-૮૩૮૬નો લઈને ખંભાત જવા માટે નીકળ્યો હતો. સવારના સાડા સાતેક વાગ્યાના સુમારે કીંખલોડ-ભાદરણ રોડ ઉપર આવેલી કીંખલોડ સીમમાંથી પસાર થતો હતો ત્યારે સામેથી આગળ જતા વાહનની ઓવરટેક કરીને એક ટ્રક નંબર જીજે-૧૨, એયુ-૮૪૭૯ની ધડાકાભેર અથડાઈ હતી જેમાં ટેમ્પાના આગળના ભાગનો લોચો વળી જતાં ડ્રાયવર શબ્બીર મલેકને માથામાં તથા શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ થઈ હતી.
જેથી તેમને તુરંત જ સારવાર માટે બોરસદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ભાદરણ પોલીસે અકસ્માત સર્જીને ટ્રક મૂકી ફરાર થઈ ગયેલા ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

 

(5:49 pm IST)