Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

મહેમદાવાદમાં ટ્રેન નીચે કપાઈ જતા 20 વર્ષીય યુવાન મોતને ભેટ્યો

મહેમદાવાદ: શહેર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. ૨ ઉપર ગત સાંજે સાડા ચાર વાગ્યાના સુમારે એક અજાણ્યો યુવાન કોઈ ટ્રેનની અડફેટે આવી ગયો હતો. જેથી ટ્રેન નીચે કપાઈ જતા ૨૦ વર્ષના આશરાનો અજાણ્યા યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અજાણ્યો યુવાન મજબૂત બાંધાનો, રંગે ઘઉંવર્ણો, માથામાં ટૂંકા વાળ, જમણા હાથ ઉપર અંગ્રેજીમાં એમજે કોતરાવેલ છે. શરીરે સફેદ જાંબલી કલરનું લાઈનીંગવાળું શર્ટ, કાળી બનીયન તેમજ કાળું પેન્ટ તેમજ સ્પોર્ટ્સના બુટ પહેરેલ છે. આ અજાણ્યા યુવાનની ઓળખ થઈ નથી. બનાવ અંગે નડિયાદ રેલવે સ્ટેશન પોલીસે અકસ્માત મોતની નોંધ કરી મૃતકના વાલીવારસોની શોધખોળ હાથ ધરી છે.

 

(5:42 pm IST)