Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

ખેડા તાલુકાના વાસણા બુઝર્ગ ગોડાઉનમાંથી 66.94 લાખના દારૂના પ્રકરણમાં ગોડાઉનનો માલિક પોલીસના સકંજામાં

અમદાવાદ: શહેર રેંજ પોલીસે ખેડા તાલુકાના વાસણા બુઝર્ગ ગામના ગોડાઉનમાંથી રૂા. ૬૬,૯૪,૮૦૦નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યારે ગોડાઉનનો માલિક ભાગી ગયો હતો. આ ફરાર ગોડાઉનના માલિકને આર.આર.સેલ. અમદાવાદે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
વાસણા બુઝર્ગ ગામેથી થોડા સમય પુર્વે ગોડાઉનમાંથી ચૂંટણી માટે લાવવામાં આવેલો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. જો કે ગોડાઉનનો માલિક ફરાર થઈ જવા પામ્યો હતો. તપાસ કરતા ગોડાઉન ભદ્રેશભાઈ રમણભાઈ પટેલની માલિકીનું હોવાનું બહાર આવ્યું હતું. આ ફરાર આરોપીને આરઆર સેલ, અમદાવાદ રેંજ પોલીસે મળેલ માહિતી આધારે બગોદરા, બાવળા હાઈવે રોડ, બાવળા ખાતેથી ઝડપી પાડ્યો હતો. આ આરોપીના સાત દિવસના રીમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં આ ગુનામાં સંડોવાયેલ મુખ્ય સૂત્રધાર તેમજ અન્ય આરોપીઓને ઝડપી પાડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

 

(5:42 pm IST)