Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

વડોદરામાં એન.આઈ.આરને 11 કરોડની મિલકત અપાવવાનું કહી છેતરપિંડી આચરનાર ઠગના જામીન અદાલતે નામંજૂર કર્યા

વડોદરા: શહેરમાં આઇનોક્સ સિનેમાની સામે આવેલી અભિલાષા કોમ્પલેક્સવાળી મિલકત એન.આર.આઇ.ને અપાવવાનું કહીને રૃા.૧૧ કરોડ ઉપરાંતની રકમ ઠગટોળકીએ પડાવી લીધી હતી જે કેસમાં આગોતરા જામીન મેળવવા માટે એક આરોપીએ કરેલી અરજી નામંજૂર કરવા ગોત્રી પોલીસે કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે.

ક્રિષ્ણા સોમાની અને તેનો પુત્ર પદ્મનાભ સહિત ૯ સામે ગુનો દાખલ થયો હતો

આ અંગેની વિગત એવી છે કે મૂળ ડભોઇના અને અમેરિકામાં સ્થાયી થયેલા પંકજ શેઠને આઇનોક્સ સિનેમાની સામે આવેલી અભિલાષા કોમ્પલેક્સવાળી મિલકત વેચવાનું જણાવીને બાનાખત કરી આપી ઠગટોળકીએ રૃપિયા ૧૧ કરોડ ઉપરાંતની રકમ પડાવી લીધી હતી. જે અંગે ગોત્રી પોલીસ સ્ટેશનમાં (૧) ડભોઇની મહાલક્ષ્મી મર્કન્ટાઇલ બેન્કના એમ.ડી. નારાયણ કંસારા (૨) સુધાશુ પી. ભટ્ટજી (૩) ક્રિષ્ણા ગેંડાલાલ સોમાની (૪) રમેશચંદ્ર નારાયણદાસ રવાલ (૫) બલવીન્દરસીંગ ભગેલસીંગ સન્ધુ (૬) વિહંગ બિપીનચંદ્ર ત્રિવેદી (૭) પદ્મનાભ ક્રિષ્ણા સોમાની (૮) બિમલેશકુમાર મિશ્રા અને (૯) જાડીયો બટકો વ્યક્તિ વિરૃધ્ધ ફરિયાદ નોંધાઇ હતી.

(5:34 pm IST)