Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

અમદાવાદ AMTSનું ખાનગીકરણ : વધુ ૧૦૦ બસો ખાનગી કંપનીઓને સોંપવા વિચારણા

રાજકોટ,તા.૭: અમદાવાદની એએમટીએસ સુવિધા ખોટના ખાડા તરફ ધકેલાતી જાય છે ત્યારે AMTS નું સંચાલન હવે કોર્પોરેશન નહીં કરે હવે બસો જ કોર્પોરેશનની માલિકીની નથી બચી. એએમટીએસની કુલ હાલ શહેર માં ૭૦૦ બસો દોડે છે જેમાં ૬૦૦ બસોનું સંચાલન ખાનગી કોન્ટ્રાકટર કરે છે ત્યારે ૧૩૧ બસો એએમટીએસની માલિકીની છે.

પરંતુ આ ૧૩૧ માંથી માત્ર ૧૦૦ બસો જ રોડ પર દોડે છે જયારે ૩૧ બસ તો સ્ક્રેપમાં મુકાઈ ચુકી છે. એએમટીએસ ના માલિકીની ૧૦૦ બસો પણ વર્ષો જૂની હોવાથી તંત્ર દ્વારા તેને પણ સ્ક્રેપ કરી નાંખવાની વિચાર કરવામાં આવી છે જેને લીધે હવે એએમટીએસ પણ ખાનગી સેવા થાય તો નવાઈ નહીં . કુલ ૬ ખાનગી કોન્ટ્રાકટરો ૬૦૦ બસો નું સંચાલન કરે છે જેમાં સ્પીડ ચાર્ટર,અર્હમ, મારુતિ દાદા, મારુતિ ટ્રાવેલ્સ અને ટાંક ટ્રાવેલનો સમાવેશ થાય છે  ઙ્ગવિપક્ષ નેતા એ આક્ષેપ કર્યા છે કે આ એએમટીએસનું ખાનગીકરણ જ કોર્પોરેશન ને દેવા માં ડુબાડી રહ્યું છે સત્ત્।ધીશો જ આ ખાનગીકરણ પાછળ રૂપિયા કમાઈ રહયા છે. અણધડ આયોજન થી એએમટીએસ આખરે કોન્ટ્રાકટર બેઝ થઇ ગઈ છે ૩ વર્ષમાં AMTS નું દેવું ૪૬૮ કરોડે પહોંચી ગયું છે.

(3:23 pm IST)