Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

સ્વાદના શોખીનોને હવે સ્વાસ્થ્યની પણ સેફટી : ગ્રાહક સીધા હોટલ કે રેસ્ટોરન્ટના રસોડામાં બનતી વાનગી ચેક કરી શકશે

ફુડ એન્ડ ડ્રગ વિભાગે પરિપત્ર બહાર પાડ્યો: હોટલો કે રેસ્ટોરન્ટમાંથી '' નો એડમિશન;;''ના બોર્ડ હટાવવા પડશે

અમદાવાદમાં ફૂડમાં નીકળેલ મકોડાને લઈને ફુડ એન્ડ ડ્રગ વિભાગે પરિપત્ર બહાર પાડ્યો છે. જે અંતર્ગત ગ્રાહક હવે સીધા હોટલના રસોડામાં પણ પ્રવેશી શકશે અને હોટલમાં બનતી તમામ વાનગી પણ ચેક કરી શકશે. પરિપત્ર મુજબ કોઈ પણ રાજ્યની કોઈ પણ હોટેલ અને રેસ્ટોરન્ટના રસોડામાં જઈ શકશે. ત્યારે હોટલ કે રેસ્ટોરન્ટમાં નો એડમિશન વિથ આઉટ પરમિશન અને એન્ટ્રી વીથ પરમિશન જેવાં બોર્ડ દૂર કરવા પડશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી જમવામાંથી કિડા અને મંકોડા નીકળવાની ઘટનાઓ સામે આવવા લાગી હતી. જેના કારણે તંત્રની નિષ્ક્રિય કામગીરી પરથી પણ પડદો ઉઠ્યો હતો. કોઈવાર સાઉથ ઈન્ડિયન ઢોસામાંથી વંદો નીકળતો હતો તો કોઈવાર આઈસક્રિમથી ખદબદતી જીવાતનો વીડિયો વાઈરલ થયો હતો. જેના કારણે ઘર બહાર ભોજન લેવાના શોખીનોની ઉંઘ ઉડી ગઈ હતી.

 હવે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના પરિપત્ર બાદ તમે ગમે તે રેસ્ટોરન્ટમાં જઈ તમારા ખાવાના ભોજનની ચકાસણી કરી શકશો. પરિણામે હવે હોટેલની ગુણવત્તા પણ સુધરશે અને કામગીરી પણ સુધરશે તે માનવું રહ્યું. જેથી નો એડમિશન વિથ આઉટ પરમિશન અને એન્ટ્રી વીથ પરમિશન જેવાં બોર્ડ હવે ભૂતકાળ બની જશે.

(1:15 pm IST)