Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

આણંદ નજીક બાકરોલમાં ગટરનું પાણી છોડતા બે શખ્સોની અટકાયત

આણંદ: નજીક આવેલા બાકરોલ ગામેથી પસાર થતા કાંસમાં ગટરનુ ંગંદુ પાણી છોડતા ચાર ટેન્કરોને નાયબ કાર્યપાલક ઈજનેર અને તેમની ટીમે ઝડપી પાડીને કોન્ટ્રાક્ટર સહિત પાંચ વિરૂધ્ધ વિદ્યાનગર પોલીસ મથકે ગુનો દાખલ કરાવીને કાર્યવાહી હાથ ઘરી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લાં કેટલાક સમયથી સામરખા-લાંભવેલ કાંસ કે જે બાકરોલ પાસેથી પસાર થાય છે તેમાં ખાડકુવા અને ગટરનું ગંદુ પાણી છોડવામાં આવતું હતુ જેને લઈને આસપાસની સોસાયટીઓના રહીશોની હાલત કફોડી થઈ જવા પામી હતી. જે અંગે તેઓએ નાયબ કાર્યપાલક ઈજનેર સમક્ષ પણ રજુઆત કરી હતી. દરમ્યાન રાત્રીના સુમારે શિવઓમ-૧ સોસાયટીની પાછળ ચારેક જેટલા ટેન્કરોમાંથી આ ગંદા પાણી કાંસમાં છોડવામાં આવતા હોય ટીમ ત્રાટકી હતી જેને લઈને બે શખ્સો ફરાર થઈ જવા પામ્યા હતા. જ્યારે વિપુલભાઈ અને દર્શનભાઈ ઝડપાઈ જવા પામ્યા હતા. તેઓની પુછપરછ કરતા આણંદ ખાતે રહેતા કોન્ટ્રાક્ટર અશોકભાઈ રાવજીભાઈ ઠાકોરની સુચના મુજબ શહેરના જુદા-જુદા વિસ્તારોના ખાડકુવામાંથી તેમજ ગંદા પાણી લાવીને અહીંયા ખાલી કરતા હતા. આ પ્રવૃત્તિ તેઓ છેલ્લા છ મહિનાથી કરી રહ્યા હોવાની પણ કબુલાત કરી હતી. 

(5:53 pm IST)