Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

મેઘરજમાં એક સાથે રાત્રીના સુમારે ચાર દુકાનના તાળા તૂટ્યા: પાંચ લાખની મતાની ઉઠાંતરી

મેઘરજ:ના પંચાલ માર્ગ ઉપર ધનતેરસની રાત્રીના એકી સાથે ચાર દુકાનોના તાળા તોડી રૃ.૫ લાખની મતા લૂંટી તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ અંગે મેઘરજ પોલીસ સ્ટેશને ચાર દુકાનદારોએ ફરીયાદ નોંધાયી છે.

દિવાળીના દિ   વસો માત્ર ૪૮ કલાક બાકી રહ્યા છે ગઈકાલે ધનતેરસ હોવાના કારણે વેપારીઓ મોડી રાત્રીના ધંધા રોજગાર બંધ કરી ઘર તરફ ગયા હતા ત્યારે બીજી તરફ મેઘરજ નગરજનો ધનતેરસની પુંજા કરી રહ્યા હતા.

તે દરમિયાન તસ્કર ટોળકીએ મેઘરજ પંચાલ માર્ગ ઉપર ખાનગી વાહન સાથે આવી ભરચક વિસ્તારમાં નુરાની જનરલ સ્ટોર્સની દુકાનનું શર્ટર તોડી દુકાનમાં ઘુસી ચોખા દાળ સિગારેટના બંડલો તેમજ અન્ય કરીયાણાની ચિજવસ્તુઓ સહિત રૃ.૩ લાખની ઉઠાંતરી કરી ગયા હતા.

(5:48 pm IST)