Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

આણંદના ભાલેજ રોડ પર હથિયારોની હેરાફેરી બાતમીના આધારે પોલીસે ઝડપી પાંચની ધરપકડ કરી

આણંદ: જિલ્લાના ભાલેજ રોડ પર હથિયારોની હેરાફેરી કરાતી હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસે આ રોડ પર ચાંપતો બંદોબસ્ત હાથધર્યો હતો.જેમાં ત્રણ થી પાંચ ઈસમોને ઝડપી લેવામાં આવ્યા હતા. 

આ તમામ ઈસમોની અંગઝડતીમાંથી ત્રણ દેશી તમંચાઓ મળી આવ્યા હતા. આ ઈસમો સામે ફરિયાદ કરવા માટે એલસીબી પોલીસને ૧૮ કલાકથી વધુ સમય લાગ્યો હતો. 

આ ઘટનામાં પ્રાપ્ત વિગતો અનુસાર ભાલેજ રોડ પર ગઈ રાતના સુમારે ગુપ્ત બાતમી મળતા પોલીસે સઘન બંદોબસ્ત હાથધર્યો હતો. જ્યારે આ રોડ પરથી જતા ત્રણથી પાંચ ઈસમોને ઝડપી લેવાયા હતા.

જેમની પાસેથી ત્રણ દેશી પિસ્તોલ મળી આવી હતી. આ પિસ્તોલ સાથે ઝડપ્યા પછી પણ ૧૮ કલાક સુધી આ ઈસમોને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. 

(5:46 pm IST)