Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

અમદાવાદના જમાલપુર બ્રિજ પર ત્રણ શખ્સોએ હોમગાર્ડને અગમ્ય કારણોસર ઢોરમાર મારતા ચકચાર

અમદાવાદ:જમાલપુર બ્રિજ નજીક ફરજ બજાવતા હોમગાર્ડને ત્રણ શખ્સોએ માર માર્યો હતો. હોમગાર્ડએ પોલીસ કંટ્રોલને જાણ કરતા પોલીસે ત્રણ પૈકી એક શખ્સને ઝડપી લીધો હતો.

આ બનાવની વિગત મુજબ આસીફ સલીમભાઈ નામનો હોમગાર્ડ ૫ નવેમ્બરના રોજ મોડી રાત્રે જમાલપુર બ્રિજ નજીક ફરજ બજાવી રહ્યા હતા.

દરમિયાન એક અજાણ્યા શક્સે તેમની પાસે આવીને રોડ પર કેમ ઉભા છો એમ કહેતા આસીફભાઈએ તેને ચાલ્યા જવાનું કહ્યું હતું.

આથી આ શખ્સ હોમગાર્ડ સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો અને તમે મને ઓળખતા નથી, મારૃ નામ સોયેબ છીપા છે કોઈને પુછી જોજો એમ કહ્યું હતું. બાદમાં તેણે ઝપાઝપી કરીને હોમગાર્ડને માર મારવાનું શરૃ કર્યું હતું.

દરમિયાન નજીકમાં ઉભા રહેલા બે શખ્સો અહીં આવ્યા હતા અને તેમણે પણ હોમગાર્ડને માર માર્યો હતો.

(5:41 pm IST)