Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

ગુજરાત માઈક્રો ઈરીગેશન ડીલર એસો.ની સ્થાપનાઃ પ્રમુખ પદે સખીયા

રાજકોટ, તા. ૭ :. ગુજરાત રાજ્યમાં ડ્રીપ ઈરીગેશનની કામગીરી કરતા ૪૦૦થી વધુ ડીલરોની અમદાવાદ ખાતે મીટીંગ મળેલ. જેમાં રાજ્યના ખેડૂતો ટપક સિંચાઈ/ફુવારા પદ્ધતિ તથા મીની સ્પ્રિકલર સિસ્ટમ સહેલાઈથી વસાવી શકે, ઓછા પાણીએ વધુ જમીનમાં પિયત કરી તમામ પાકોમાં ડ્રીપ સિસ્ટમથી ખેતી કરતા થાય અને દરેક પાકમાં ઉત્પાદન કેમ વધે તે અંગે ખેડૂતોને ઘેર બેઠા માહિતી મળે તે માટે ચર્ચા વિચારણા કરાઈ હતી.

આ બેઠકમાં 'ગુજરાત માઈક્રો ઈરીગેશન ડીલર એસોસીએશન'ની સ્થાપના કરવામાં આવી. જેમાં રાજકોટથી સુરેશભાઈ સખીયાની પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવેલ હતી તેમજ ગુજરાતને પાંચ ઝોનમાં વહેંચી દિલીપભાઈ પટેલ-અરવલ્લી, અમિતભાઈ દવે-બનાસકાંઠા, દેવાનભાઈ શાહ-આણંદ, ધીરજભાઈ ચારોલા-ભરૂચની ઉપપ્રમુખ પદે વરણી કરવા આવેલ. જ્યારે મંત્રી તરીકે જયદીપભાઈ ભાલોડીયા-જૂનાગઢ અને ખજાનચી તરીકે કિરીટભાઈ પોકર-ગોંડલની વરણી કરવામાં આવેલ. મુશ્કેલી ન પડે તે માટે તમામ ડીલરોને ખેડૂતોને મદદરૂપ થવા અપીલ કરેલ હતી. વધુ માહિતી માટે સુરેશભાઈ સખીયા-જલગંગા ઈરીગેશન પ્રાઈવેટ લી. રાજકોટ મો. ૯૮૨૫૦ ૭૫૨૨૫નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવેલ છે.(૨-૧૦)

(3:10 pm IST)