Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

મહિન્દ્રા દ્વારા રિટેલ કસ્ટમર્સ માટે હપ્તાની સુવિધા માલિકીનો અનોખો અનુભવ

અમદાવાદ : બિલિયન યુ.એસ. ડોલરનું વિશાળ તંત્ર - ફેલાવો ધરાવતા મહિન્દ્રા ગ્રુપના એક ભાગ સમાન મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીએ હપ્તા સગવડની આ સ્કીમ ખાસ રીટેલ કસ્ટમર્સ માટે મહિન્દ્રાના પર્સનલ રેન્જના વ્હીકલની ખરીદી પર લોન્ચ રજૂ કરી છે. હવે મહિન્દ્રા ખરીદીના વિકલ્પો વિસ્તારશે અને તેના રીટેલ ગ્રાહકો માટે વ્હીકલની માલિકી સક્ષમતા ભરી અને સગવડભરી બનાવશે. આ ઓફર રૂ.૧૩,૪૯૯ના માસિક હપ્તા સાથે કેયુવી ૧૦૦ એનએકસટી માટે અને રૂ. ૩૨,૯૯૯ના માસિક હપ્તા સાથે એકસયુવી ૫૦૦ માટે લોન્ચ કરવામાં આવી છે. આ હપ્તા પદ્ધતિ દ્વારા કરવામાં આવતી ખરીદી પર થતા ફાયદાઓના ટોટલ કન્વીનીયન્સ નજીવુ અથવા ઝીરો ડાઉન પેમેન્ટ, વ્હીકલની રીસેલ કિંમત પર ઝીરો રીસ્ક અને મેઈન્ટેનન્સ કોસ્ સાથે ફિકસ્ડ ઈ.એમ.આઈ.નો સમાવેશ થાય છે. જેના પરિણામ સ્વરૂપે બજારમાં હપ્તા પદ્ધતિની સ્વીકૃતિમાં વધારો થયો છે અને કારની ખરીદી સક્ષમતાભરી અને સગવડભરી બની છે.

આ સ્કીમમાં શરૂઆતી ડાઉનપેમેન્ટ ન ચૂકવવાની સગવડને આવરી લેવામાં આવી છે. કસ્ટમર્સને વ્હીકલના મોડેલ અપગ્રેડેશનની પણ સહુલીયત આપવામાં આવી છે. જેમાં એકવાર હપ્તા પૂરા થઈ ગયા બાદ કસ્ટમર પોતાનું વ્હીકલ મહિન્દ્રા કંપનીને જ પરત વેચાણ કરી શકશે અને વ્હીકલને રીસેલ કરવાની કડાકૂટમાંથી છૂટકારો મેળવીને નવુ વ્હીકલ પણ ખરીદી શકશે. આ હપ્તા પદ્ધતિમાં વીમો, મેઈન્ટેનન્સ, ઓન રોડ આસીસ્ટન્ટ અકસ્માત ખર્ચ તેમજ ૨૪ કલાકમાં વ્હીકલ બદલી આપવા જેવી સર્વીસીઝનો સમાવેશ થશે.(૩૭.૮)

(3:10 pm IST)